બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Siddaramaiah will take charge as the 30th Chief Minister of Karnataka

સમારોહ / કર્ણાટકઃ સિદ્ધારમૈયા આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ, 20થી વધુ ધારાસભ્ય બની શકે છે મંત્રી

Kishor

Last Updated: 09:38 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં ચૂંટણીમા કોંગ્રેસની જીત બાદ હવે સિદ્ધારમૈયા આજે બપોરે રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકેનો તાજ ગ્રહણ કરશે.

  • સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકેનો તાજ ગ્રહણ કરશે
  • લાંબા મંથન બાદ લેવાયો નિર્ણય

કર્ણાટકમાં ચૂંટણીમા કોંગ્રેસની જીત બાદ આજે શનિવારે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. લાંબી, ચર્ચા, વિવાદ, ખટરાગ, ટાંટિયાખેંચ બાદ હવે સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકેનો તાજ ગ્રહણ કરશે. મહત્વનું છે કે કર્ણાટક ચૂંટણીમાં 13 મેના રોજ આવેલા પરીણામમા કોંગ્રેસે 135 બેઠકો પોતાને નામ કરી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. જીત હાંસલ કર્યા બાદ કોંગ્રેસે સીએમ પસંદ કરવા માટે લાંબું મંથન કર્યું હતું. જેમા લાંબો વિવાદ પણ ચાલ્યો હતો. જોકે અંતે ઘીના ઠામાં ઘી પાડ્યું અને મંથન બાદ સિદ્ધારમૈયાને સીએમ તરીકે બેસાડવા નક્કી કરાયું છે. અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમની સીટ પર બેસાડવામાં આવ્યા. 

પહેલા 2 વર્ષ હું CM, પછી 3 વર્ષ ડીકે શિવકુમાર', સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડને  સૂચવી કર્ણાટકમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા | siddaramaiah suggests power  sharing ...


12.30 વાગ્યે સિદ્ધારમૈયાનો શપથ ગ્રહણ સમારોહ

સિદ્ધારમૈયાએ અગાઉ 2013 થી 2018 સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા હોવાથી આ તેઓનો બીજો કાર્યકાળ કહી શકાય છે.  સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે સિદ્ધારમૈયા, ડીકેની સાથે 25-26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લે તો નવાઈ નહિ! જોકે આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત સામે આવી નથી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના વફાદાર ધારાસભ્યોનો સમાવેશ થશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન કાંતિરવા સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. જે માટે અધિકારી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે સિદ્ધારમૈયા અને શિવકુમારને તેમના સાથીદારો સાથે શપથ માટે આમંત્રણ આપ્યું છે.

VTV Gujarati News and Beyond on Twitter: "સિદ્ધારમૈયાના શિરે તાજ: રાહુલ  ગાંધીની મુલાકાત બાદ નામ પર મહોર, DKને પણ અપાઈ ખાસ ઑફર #karnataka  #cmannouncement #dkshivakumar #siddaramaiah ...

 

કોણ છે સિદ્ધારમૈયા ? 

સિદ્ધારમૈયાનો જન્મ 12 ઓગસ્ટ 1948ના રોજ મૈસુર જિલ્લાના સિદ્ધારમહુન્ડી ગામમાં એક ખેડૂત પરિવારમાં સિદ્ધારમા ગૌડાને ત્યાં થયો હતો. કુરુબા ગૌડા સમુદાયમાં જન્મેલા સિદ્ધારમૈયા પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે. સિદ્ધારમૈયાને બાળપણમાં અભ્યાસમાં ખાસ રસ નહોતો. તે ઢોરની સંભાળ રાખતો અને પિતાને ખેતરોમાં મદદ કરતા હતા. પાછળથી પિતાએ તેમને ભણવા માટે સમજાવ્યા અને ગામના વડીલ અપ્પાજી તેમના પ્રથમ શિક્ષક બન્યા. આ તરફ કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી સિદ્ધારમૈયાએ મૈસુરમાં જુનિયર તરીકે ચિક્કાબોરૈયા હેઠળ કામ કર્યું, એક વકીલ કે જેમણે યુવાન સિદ્ધારમૈયાનું પાલન-પોષણ કર્યું.


સિદ્ધારમૈયાની રાજકીય સફર 
કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે સિદ્ધારમૈયાને તેમના એક સાથીદાર એડવોકેટ નંજુંદા સ્વામીએ તાલુકાની ચૂંટણી લડવાની સલાહ આપી હતી. વર્ષ 1978માં સિદ્ધારમૈયા ચૂંટણી લડ્યા અને મૈસુર તાલુકા માટે ચૂંટાયા. સિદ્ધારમૈયા ડૉ. રામ મનોહર લોહિયાના સમાજવાદથી પ્રભાવિત હતા. તેમણે કાયદો છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો. 1983ની વાત છે. સિદ્ધારમૈયા કર્ણાટકની ચામુંડેશ્વરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ મેળવવાની આશામાં બેંગલુરુમાં જનતા પાર્ટીના કાર્યાલયની બહાર બેઠા હતા. એચડી દેવગૌડા તે સમયે જનતા પાર્ટીના અધ્યક્ષ હતા. દેવેગૌડાએ સિદ્ધારમૈયાને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

સિદ્ધારમૈયાએ હાર ન માની અને તેમના રાજકીય માર્ગદર્શક અબ્દુલ નઝીર સાબની સલાહ પર ચામુંડેશ્વરીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. દરમિયાન લોકદળે પણ સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું હતું. સિદ્ધારમૈયા કોઈપણ રાજકીય અનુભવ વિના જીત્યા અને રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની પ્રથમ બિન-કોંગ્રેસી સરકારને ટેકો આપ્યો.

સિદ્ધારમૈયાને વિવાદો સાથે પણ ઘણો સંબંધ
સિદ્ધારમૈયાને વિવાદો સાથે પણ ઘણો સંબંધ રહ્યો છે. સિદ્ધારમૈયા સરકાર દરમિયાન મૈસુરના શાસક ટીપુ સુલતાનની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ સિવાય તેમણે પીએફઆઈ અને એસડીપીઆઈના ઘણા કાર્યકરોને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો 2018માં ચૂંટણી પહેલા કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપ્યો અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલી. કોંગ્રેસ ફરી એકવાર લિંગાયત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે કોંગ્રેસ ખૂબ જ ગંદી થઈ ગઈ. 2018માં વિધાનસભા ચૂંટણી હારવાનું આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ