બ્રેકિંગ ન્યુઝ
બરફના થર નીચે દબાયેલા મૃતદેહ સહિતની ચીજ અહીં વર્ષો સુધી સચવાયેલી રહે છે.પરંતુ પ્રથમ વખત હજારો વર્ષ પ્રાચીન મૃતદેહ મળ્યો છે અને તે પણ ખુબ સારી હાલતમાં.કુતરાના શરીરમાં જીન્સ પણ સચવાયેલી હાલતમાં છે.વિજ્ઞાનીઓને તેના અભ્યાસથી ઉત્ક્રાંતિ સહિત થયેલા ફેરફારના અભ્યાસમાં મદદ મળશે.
ADVERTISEMENT
અત્યંત ઠંડા તાપમાનમાં જીન્સ અને ડીએનએ હજારો વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે.જોકે જીવંત કોષ અને ટીશ્યુંમાં રહેલા આરએનએ પ્રાણીના મૃત્યું પછી ઝડપથી તુટી જાય છે.આએનએને જીન્સની વર્કિંગ કોપી એટલે કે કામ કરતી પ્રતિકૃતિ કહેવાય છે.પ્રાણી કે જીવ મૃત્યુ પામે ત્યારે ખાસ પ્રકારના એન્ઝાઇમ્સના કારણે આરએનએ ખતમ થાય છે પરંતુ ડીએનએ ચોક્ક્સ તાપમાનમાં સચવાયેલા રહે છે.જોકે આ કુતરાના લીવર સહિત સહિત કેટલાક અંગોમાં આરએનએ પણ સુરક્ષિત અવસ્થામાં મળતા વિજ્ઞાનીઓ પણ આશ્ચર્ય થયું હતું.

ADVERTISEMENT
વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ જે મૃતદેહ મળ્યો તે કુતરા અને વરુના ક્રોસબિડિંગથી જન્મેલી પ્રજાતિનો છે.આ પ્રાણી 14 હજાર વર્ષ પહેલા પણ માનવી દ્વારા પાળવામાં આવતું હોવાનું મનાઇ રહ્યું છે.દુનિયાભરમાંથી આમ તો હજારો-લાખો વર્ષ જુના પ્રાણીઓના અશ્મિ મળતા હોય છે.ખાસ કરીને બરફથી છવાયેલા રહેતા વિસ્તારોમાંથી મળતા અશ્મિ સારી રીતે સચવાયેલા હોય છે.પરંતુ કોઇ પ્રાણીના હજારો વર્ષ જુના મૃતદેહમાં આટલી સારી રીતે જીન્સ સચવાયેલા હોય તેવો આ પ્રથમ બનાવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.