બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Should sabotaging a condom be a crime Have your say on rape reform

રેપ / સેક્સ વખતે કોન્ડમ હટાવવો એ પણ બળાત્કાર? આ દેશ લાવી રહ્યો છે નવો કાયદો

Published By: Noor

Last Updated: 01:58 PM, 24 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બળાત્કાર સાથે જોડાયેલા કાયદા અંગે સુધારા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંગે લોકો પાસેથી તેમના અભિપ્રાય માગવામાં આવી રહ્યાં છે. કાયદાના વિરોધ અને પ્રસ્તાવના સમર્થનમાં ઘણી મહિલાઓ આગળ આવી રહી છે.

  • બદલાશે બળાત્કાર સાથે જોડાયેલો કાયદો
  • કોન્ડોમ સાથે છેડછાડ એ ગુનાની શ્રેણીમાં આવશે
  • બળાત્કારના કાયદામાં રહેલી ભૂલોને દૂર કરવા કરાઈ અપીલ

હકીકતમાં ક્વીન્સલેન્ડમાં બળાત્કારને લગતા વર્તમાન કાયદામાં ઘણી ભૂલો છે અને તેનો લાભ લઈને આરોપી સરળતાથી પોતાને નિર્દોષ સાબિત કરી શકે છે. પ્રસ્તાવમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓ શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમ સાથે છેડછાડ કરવી અથવા કોન્ડોમ કાઢી નાખવું ગુનાની શ્રેણીમાં આવી શકે છે? ક્વીન્સલેન્ડમાં એક કાયદો એવો પણ છે કે, જો કોઈ મહિલા બળાત્કાર દરમિયાન ચીસો પાડતી કે રડતી નથી, તો તે બળાત્કાર માનવામાં આવતું નથી અને આરોપીઓને સજા કરવામાં આવતી નથી.

કાયદાની ખામીઓને લઈને પરિપત્ર જાહેર કર્યો છે

સદીઓથી ચાલતા આ કાયદાની ખામીઓ પ્રથમ એટર્ની જનરલ યવેટે ડીથે જાહેર કરી હતી. આ પછી, ક્વીન્સલેન્ડના કાયદો સુધાર આયોગે કાયદાની ખામીઓને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. આ મામલાને આગળ વધારવાની એટર્ની જનરલની જાહેરાત બાદ બ્રિસ્બેન ટાઇમ્સે જાહેર કર્યું કે, સરકાર પાસે હાલમાં કાયદામાં ફેરફાર કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી.

વકીલો અને અનેક મહિલા સંગઠનોએ ચલાવ્યું અભિયાન

ક્વીન્સલેન્ડ વકીલો અને અનેક મહિલા સંગઠનોએ કાયદાની ભૂલો પર કોઈ નક્કર પગલા ન ભરવા બદલ તેની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. હકીકતમાં કાયદાની આ ભૂલનો લાભ લઈને આરોપી એવી દલીલ કરે છે કે પીડિતાએ સંબંધ દરમિયાન પોતાનો વિરોધ દર્શાવ્યો ન હતો અને તેને લાગ્યું હતું કે તેમાં મહિલાની સંમતિ શામેલ છે. 

સ્ત્રી સેક્સ માટે માનસિક રીતે તૈયાર હોવી જરૂરી

આ કાયદાની ભૂલો હેઠળ કિંગ્સ ક્રોસ નાઈટક્લબના માલિકનો પુત્ર લ્યૂક લાઝરને પણ નિર્દોષ જાહેર કરાયો હતો. લ્યૂક લાઝરને 2013માં એક મહિલા પર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેલમાં 11 મહિના ગાળ્યા બાદ સુનાવણી દરમિયાન જજે સ્વીકાર્યું કે સ્ત્રી તેના માટે માનસિક રીતે તૈયાર નહોતી, પણ તેણે તેની સંમતિથી જ લાઝર સાથે સંબંધ બનાવ્યો હતો. જજ રોબિન તુપમેનને જાણવા મળ્યું કે આ સમગ્ર મામલામાં લાઝર નિર્દોષ છે કારણ કે, મહિલાએ સેક્સ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો અને તેના બચાવમાં કોઈ પગલું ભર્યું ન હતું, તેથી માનવામાં આવે છે કે મહિલાની સંમતિ પણ આ સમગ્ર મામલામાં સામેલ હતી. જોકે, પીડિતાએ મીડિયાની સામે આવીને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે 'ના' કહેવાનો અર્થ 'હા' થતો નથી અને સંબંધ દરમિયાન કોઈને પણ ધક્કો મારીને ન હટાવવાનો અર્થ એ નથી કે તેમાં સ્ત્રીની સંમતિ શામેલ છે. 

આ પ્રસ્તાવ પર વિચારણા કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે

કાયદાની ભૂલો વિરુદ્ધ જારી કરાયેલા પરિપત્રમાં ક્વીન્સલેન્ડના લોકોને પૂછવામાં આવ્યું છે કે, શું તેઓ માને છે કે જ્યારે કોઈ સ્ત્રી સભાન નથી અથવા તે સંમતિ આપવાની સ્થિતિમાં નથી, તો એ સમયે તેની સાથે શારીરિક સંબંધ બાંધવો ક્રિમિનલ કોડમાં આવે છે? પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ સેક્સ દરમિયાન કોન્ડોમમાં છેડછાડ કરે અથવા કોન્ડોમ કાઢી નાખે છે, તો તે પણ એક પ્રકારનો ગુનો છે અને તેને ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવે. આ પ્રસ્તાવ પર વિચારણા કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે, જ્યારે કમિશને 17 એપ્રિલ સુધીમાં સરકારને અંતિમ અહેવાલ રજૂ કરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Queensland rape victims sabotaging a condom કોન્ડમ નવો કાયદો બળાત્કાર સેક્સ Rape

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ