ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:33 PM, 11 October 2025
ADVERTISEMENT
અમેરિકાના મિસિસિપીમાં એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે.લેલેન્ડ હાઈસ્કૂલની હોમ કમિંગ ગેમ પહેલા લોકો આ વિસ્તારમાં ભેગા થયા હતા ત્યારે આ ઘટના બની હતી.ઘાયલોમાંથી ચારને એરલિફ્ટ કરીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મેયર જોન લીએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને ઘટનાનું કારણ જાણવામાં આવી રહ્યું છે
ADVERTISEMENT
તેમણે ફેસબુક પર લખ્યું હતું કે, "આ દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. સલામતીના કારણોસર બ્લોક પાર્ટી રદ કરવામાં આવી છે." આ ઘટના બાદ, સમગ્ર શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો પોતાના ઘરોમાં છુપાઈ ગયા હતા.
(આ ખબર અમે વધુ અપડેટ કરી રહ્યા છીએ)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ