બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અમદાવાદના સમાચાર / Shobhnaben made Unique Ganpati by recipes in Ahmedabad

અદભૂત / ગણેશોત્સવની ધૂમ વચ્ચે અમદાવાદની મહિલાએ વાનગીઓમાંથી બનાવ્યાં યુનિક ગણપતિ

Dhruv

Last Updated: 09:29 PM, 11 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિ મહોત્સવ ગુજરાત સહિત દેશભરમાં ભારે આસ્થાભેર ઉજવવામાં આવે છે. જે અંતર્ગત શહેરના ભક્તો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ગણપતિની વિવિધ પ્રકારની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને ચોકલેટના ગણપતિનો ખૂબ ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ અમદાવાદમાં એક બહેને રસોડાની વાનગીઓમાંથી યુનિક સ્ટાઈલનાં ગણપતિ બનાવ્યાં છે.

  • ગણેશોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
  • ગણેશોત્સવ નિમિત્તે ગણપતિની અવનવી મૂર્તિઓ બનાવવાનો અનોખો ટ્રેન્ડ
  • અમદાવાદનાં શોભનાબહેને બનાવ્યાં યૂનિક ગણપતિ

Ganpati

અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતા શોભનાબહેન શાહે નવરાશની પળોમાં તેમણે રસોડાની વાનગીઓમાથી યુનિક સ્ટાઈલમાં ગણપતિની પ્રતિમા બનાવી છે. શોભનાબહેનના આ કન્સેપ્ટને પણ સારો એવો આવકાર મળી રહ્યો છે.

Ganpati

રસોઇની વાનગીઓમાંથી બનાવ્યાં સ્ટાઇલિસ્ટ ગણપતિ

દર વર્ષે ખાસ કરીને ગણેશ ઉત્સવમાં લોકો અવનવા ઇનોવેશન્સ કરતા હોય છે. ત્યારે નારણપુરા વિસ્તારમાં રહેતા શોભનાબહેન શાહે ઘરની વાનગીમાંથી જેવી કે ડ્રાયફ્રૂટ, ફ્રૂટ્સ,વેજિટેબલ અને ઘઉંનાં લોટ અને ચોખાની રેસિપીમાંથી ગણપતિની પ્રતિમા બનાવી છે. શોભનાબહેન કહે છે કે ઈશ્વરે મને ઘણું આપ્યું છે. નાનપણમાં હું સારું ડ્રોઈંગ કરી શકતી અને પરણીને બાળકોને મોટાં કરવામાં શોખ પાછળ રહી ગયાં.

હવે વિવિધ રેસિપીના પ્રયોગ કરીને પહેલાની જેમ બાળપણની યાદો તાજી કરીને તહેવાર પ્રમાણે વિવિધ પ્રકારનાં પ્રતિમા બનાવે છે. હાલમાં ગણપતિ છે તો રેસિપીમાંથી ગણપતિ બનાવ્યાં છે તો હવે નવરાત્રિ આવશે તો નવરાત્રિને લગતી પ્રતિમા પણ ઘરની વાનગીઓમાંથી બનાવશે. શોભનાબહેન ઘરની વાનગીઓ પર પણ સરસ વાત કરી છે કે,

સ્ત્રી અને રસોડું
રસોડું અને મસાલા
મસાલા અને સ્વાદ
સ્વાદ અને સ્નેહ
સ્નેહ અને પ્રેમ
સ્ત્રી એટલે અવીરત વહેતો પ્રેમનો પ્રવાહ

શોભનાબહેને નવરાશની પળોમાં ઘરની વાનગીઓમાંથી ઘરે આ રીતે  ગણપતિ બનાવ્યાં છે.
અહીં પ્રથમ જે ગણપતિ દેખાય છે તે રોટલીનાં લોટમાંથી બનાવેલ છે. તમને નવાઈ લાગશે પણ આ સાચું છે રોટલીનો લોટ કટ કરી ગણપતિનો શેપ આપ્યો છે  અને ગણપતિની આંખ માટે નાની નાની બે રાઈ ચોંટાડી છે તો નીચે ગણપતિના દંતશૂળ પર લવિંગ ચોંટાડીને ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે.

બીજી તસ્વીરમાં લીલાં મરચાંમાંથી ગણપતિની પ્રતિમા બનાવી છે.મરચાંને કટ કરીને સરસ રીતે શેપ આપ્યો છે,મરચાંના સફેદ દાણા ગણપતિની આંખોના ભાગે ચોંટાડતાં તે અદભુત લાગી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Shobhnaben ahmedabad recipes unique Ganpati અમદાવાદ યૂનિક ગણપતિ વાનગી શોભનાબેન Ganesh Utsav 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ