બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shilpa shetty kundra to comeback in super dancer chapter 4 with pawandeep rajan

બોલીવુડ / Super Dancer 4માં આ રીતે થશે શિલ્પા શેટ્ટીની વાપસી, આ સ્ટાર પણ થશે સામેલ

Published By: Premal

Last Updated: 04:43 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા છેલ્લાં ઘણાં સમયથી રિયાલિટી ટીવી શો સુપર ડાન્સરને જજ કરી રહી હતી. જોકે, પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.

  • સુપર ડાન્સર 4માં થશે શિલ્પા શેટ્ટીની વાપસી
  • ઈન્ડિયન આઈડલના વિજેતા પવનદીપની સાથે કરશે વાપસી
  • શિલ્પાની વાપસી દર્શકો માટે બની રહેશે રસપ્રદ

શિલ્પા શેટ્ટીની પવનદીપ સાથે થશે વાપસી

શિલ્પા શેટ્ટીની જગ્યાએ કોઈ પણ ગેસ્ટ જજ દર અઠવાડિયે નજર આવી રહ્યું હતુ. પરંતુ શિલ્પા શેટ્ટી હવે ફરીથી એક વખત આ અંદાજમાં જ રિયાલિટી શોમાં વાપસી કરી રહી છે. એવા અહેવાલો હતા કે મેકર્સ શોમાંથી શિલ્પાને રિપ્લેસ કરી શકે છે, પરંતુ અભિનેત્રીની વાપસીએ આ બધા સમાચારોને ફગાવ્યાં છે. તેમણે મંગળવારે શોનું શુટિંગ કર્યુ છે અને ઈન્ડિયન આઈડલના વિજેતા બનેલા પવનદીપ રાજનની સાથે ટૂંક સમયમાં ખાસ એપિસોડમાં જોવા મળશે. આ કપરા સમયમાં શિલ્પાની વાપસી કેવીરીતે થશે તે દર્શકો માટે રસપ્રદ બની રહેશે.

 

શોમાંથી ગુમ થઈ હતી શિલ્પા

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીના પતિ પોર્નોગ્રાફી અને એક એપ્લિકેશન દ્વારા એવી ફિલ્મોને રિલિઝ કરવામાં આવી હતી એવા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યાં છે. એવામાં જ્યારે શિલ્પા શેટ્ટીના પરિવારને તેમની સૌથી વધારે જરૂરીયાત હતી ત્યારે તેઓ દરેક જગ્યાએથી મુક્ત થઈને પોતાના પરિવારને સમય ફાળવ્યો હતો.

લોકોની પ્રતિક્રિયા

પાપારાજી વિરલ ભયાનીએ આ માહિતીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જોકે, મોટાભાગના લોકોએ શિલ્પાના વિરોધમાં જ કોમેન્ટ કરી હતી. અમુક લોકોએ શિલ્પા શેટ્ટીના પતિ દ્વારા કરાયેલી કથિત હરકતો પર આક્રોશ વ્યક્ત કર્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Pawandeep Rajan Shilpa Shetty Shilpa Shetty Kundra Super Dancer Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ