બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Shashi Kapoors wife Jennifer began to think he was gay

પુણ્યતિથિ / Shashi Kapoorને ગે સમજવા લાગી હતી પત્ની જેનિફર, જાણો આવા જ પાંચ અજાણ્યા કિસ્સા

Published By: Mahadev Dave

Last Updated: 10:43 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાત એક એવા એક્ટરની જેમના માતા નહોતા ઈચ્છતા કે તેઓ જન્મે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. શશિજી જન્મ્યા અને સ્ટાર પણ બન્યા. વાંચો, શશિ કપૂરના જીવનની એવી વાતો, જેનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે.

  • અભિનેતા શશિ કપૂરજીની આજે પુણ્યતિથિ
  • આજે શશિજીને એક પેઢી કલાકાર તરીકે યાદ કરે છે લોકો
  • વાંચો શશિ કપૂરના જીવનની એવી વાતો, જેનો ભાગ્યે જ ઉલ્લેખ થાય  

એક સમયે બોલિવુડમાં જબરજસ્ત સુપરહિટ ફિલ્મો આપનાર અભિનેતા શશિ કપૂરજીની આજે પુણ્યતિથિ છે. શશિ કપૂરજીએ એક આખી પેઢીનું દીવાર, ત્રિશૂલ, સુહાગ, કાલા પથ્થર જેવી ફિલ્મો દ્વારા મનોરંજન કર્યું છે. આજે પણ શશિજીને એક પેઢી કલાકાર તરીકે યાદ કરે છે. પરંતુ આજે અમે તમને શશિ કપૂરની લાઈફના એવા કિસ્સા કહીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. એમાંય પાંચમો કિસ્સો જાણીને તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો.

shashi-kapoor -prayer-meet-at-prithviraj-theater-kapoors-and-bollywood-stars-pay-tribute

શત્રુઘ્ન સિંહાની પાછળ બેલ્ટ લઈને પડ્યા હતા શશિ કપૂર

શશિ કપૂર અને શત્રુઘ્ન સિંહા ખૂબ સારા મિત્રો હતા. બંનેએ સાથે ક્રાંતિ, આ ગલે લગ જા, કાલા પથ્થર જેવી ફિલ્મો પણ કરી છે. પરંતુ એકવાર શત્રુઘ્ન સિંહા ફિલ્મના સેટ પર મોડા પહોંચ્યા. સેટ પર શશિ કલાકોથી તેમની રાહ જોઈ રહ્યા હતા, એટલે શશિજીને શત્રુઘ્ન સિંહા પર ગુસ્સો આવ્યો અને સેટ પર જ બેલ્ટ લઈને તે શત્રુઘ્ન સિંહાને મારવા દોડ્યા હતા.

પૂનમ ઢિલ્લોનને માર્યો હતો લાફો

આ કિસ્સો શૂટિંગ દરમિયાનનો છે. જેમાં એક ફિલ્મના સીન દરમિયાન શશિ કપૂરે એક્ટ્રેસને લાફો મારવાનો હતો. પરંતુ સીન રિયલ આવે તે માટે ડિરેક્ટરે પૂનમ ઢિલ્લોનને આ બાબતની જાણ નહોતી કરી. એક્ટિંગ દરમિયાન શશિ કપૂરે પૂનમજીને જોરથી લાફો મારી દીધો અને પૂનમ ચોંકી ઉઠ્યા. હવે સીન પૂરો થયા બાદ, શશિજીને લાગ્યું કે લાફો જોરથી મરાઈ ગયો છે. એટલે તેઓ તરત જ પૂનમ ઢિલ્લોનને મળવા પહોંચ્યા અને માફી માંગી. 

માતા ન હોતા ઈચ્છતા કે શશિ કપૂરનો જન્મ થાય

આ વાત ચોંકાવનારી છે, પરંતુ સંપૂર્ણ સત્ય છે. 1995માં ફિલ્મીબીટને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુદ શશિ કપૂરે આ વાત કહી હતી. જે મુજબ તેમના માતા રામરની કપૂર શશિ કપૂરને ગર્ભમાં જ મારી નાખવા ઈચ્છતા હતા, કારણ કે શશિ કપૂર અનપ્લાન્ડ બેબી હતા. શશિ કપૂરનો જન્મ ન થાય, તે માટે તેમના માતા સાઈકલ પરથી, સીડી પરથી પડ્યા પણ હતા. પરંતુ કુદરતને શશિ કપૂરનો જન્મ કરાવવો જ હતો. તેઓ જન્મ્યા અને સ્ટાર બન્યા.

ધાર્મિક ફિલ્મમાં આપ્યા હતા બોલ્ડ સીન

શશિ કપૂરે સિદ્ધાર્થ નામની એક ફિલ્મ કરી હતી, જેનો વિષય ધાર્મિક હતો. પરંતુ આ સીનમાં એક્ટ્રેસ સિમી ગરેવાલ સાથે ઘણા બોલ્ડ સીન શૂટ થયા હતા. જેને કારણે દર્શકો નારાજ થઈ ગયા હતા. આ સીન્સને લઈને એટલો વિવાદ થયો હતો કે વિદેશના છાપામાં પણ આ સીનના ફોટા છપાયા હતા. આખરે મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને ભારતમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવાયો. જો કે આ ફિલ્મ વિદેશમાં અંગ્રેજી ભાષામાં રિલીઝ થઈ હતી. 

પત્ની સમજતી હતી ગે છે શશિ કપૂર

શશિ કપૂરજીએ નાટકના એક્ટ્રેસ જેનિફર સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમણે જેનિફરને એક્ટિંગ કરતા જોયા ત્યારે જ લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો. પરંતુ શશિ ખૂબ શરમાળ હતા, એટલે વાત આગળ વધતા વાર લાગી. શશિ કપૂર પોતાના સ્વભાવને કારણે જેનિફર સાથે વાત કરતા અચકાતા હતા. શશિ કપૂરની જેનિફર સાથે પહેલી મુલાકાત તેમની બહેને કરાવી હતી. પરંતુ આ મુલાકાતમાં જેનિફર નોર્મલ હતી, અને શશિ એકદમ ચૂપ બેસી રહ્યા હતા. એટલે જેનિફર તેમને ગે સમજવા લાગી હતી. શશિ કપૂરે પોતે પૃથ્વીવાલાઝમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ સદનસીબે બંનેની વાતચીત આગળ વધી અને લાંબા સમયે બંને લગ્નના બંધનમાં પણ બંધાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Shashi Kapoor Shashi Kapoor Death Anniversary gay અભિનેતા જેનિફર શશિ કપૂરજીની પુણ્યતિથિ Shashi Kapoor Death Anniversary

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ