બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ રન બેટિંગ કરતાં નહીં, બલકે બોલિંગ દ્વારા નોંધાયા છે. શ્રેયસ ઐયરે ત્રણ મેચમાં બે અર્ધ સદી અને એક સદી સાથે કુલ ૨૧૭ રન બનાવ્યા, જ્યારે હેનરી નિકોલ્સે બે અર્ધ સદી સાથે ૧૯૯ રન બનાવ્યા. રોસ ટેલરે એક સદી અને એક અર્ધ સદી સાથે ૧૯૪ રન બનાવ્યા. શાર્દૂલની વાત કરવામાં આવે તો વન ડે શ્રેણીમાં તેણે પોતાની બોલિંગમાં ૨૨૩ રન લૂંટાવી દીધા.
.jpg)
ADVERTISEMENT
ત્રણ વન ડે શ્રેણીમાં તેણે દરેક મુકાબલામાં છ કરતાં વધુના ઇકોનોમી રેટથી રન ખર્ચ કર્યા. પ્રથમ વન ડેમાં શાર્દૂલે નવ ઓવરમાં ૮૦ રન, બીજી વન ડેમાં ૧૦ ઓવરમાં ૬૦ રન અને ગઈ કાલે અંતિમ વન ડેમાં નવ ઓવર બોલિંગ કરી, જેમાં તેણે ૮૩ રન આપ્યા. આમ, શાર્દૂલે ત્રણ મેચમાં કુલ ૨૮ ઓવરમાં ૨૨૩ રન લૂંટાવી દીધા!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.