ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Several small blasts heard in Bangkok 2 hurt

થાઇલેન્ડ / બેંકોકમાં 3 સ્થળે બ્લાસ્ટ, ભારતીય વિદેશ મંત્રી છે મુલાકાતે

Published By: Divyesh

Last Updated: 09:54 AM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં આજરોજ ત્રણ જગ્યાએ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બ્લાસ્ટ બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT


સૂત્રોને મળતી જાણકારી મુજબ બેંકોકમાં ત્રણ સ્થાન પર ઓછી તીવ્રતાવાળા બોમ્બ બ્લાસ્ટ થયા છે જેમાં બે લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યાં છે. 
 


ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુરૂવારે થા પોલીસે જણાવ્યું હતું કે તેમને બેંકોકમાં યોજાનારી આસિયાનની ક્ષેત્રિય સુરક્ષા બેઠક આયોજનના સ્થળ પાસેથી નકલી બોમ્બ મળી આવ્યાં હતા. જેને ડિસ્પોઝલ યૂનિટ દ્વારા સંમેલન સ્થળથી દૂર કરી દેવામાં આવ્યાં હતા. 

થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં બ્લાસ્ટ થયાના અહેવાલ મળી રહ્યા છે. થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં ત્રણ સ્થળોએ બ્લાસ્ટ થયા છે.  આ ઘટનામાં 2 લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
 


જો કે આસિયાન ક્ષેત્રિય સુરક્ષા બેઠકને લઇને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર બેંકોકમાં છે. જ્યારે અમેરિકાના સ્ટેટ સેક્રેટરી પોમ્પિયો પણ બેંકોકમાં છે. ભારત અને અમેરિકાના મોટા નેતાઓ બેંકોકમાં છે તેવા સમયે ત્યાં બ્લાસ્ટ થયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

S Jaishankar Thailand blast બેંકોક બ્લાસ્ Thailand

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ