ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલે અમેરિકી બજારની શાનદાર તેજી બાદ આજે ભારતીય શેરબજારો જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
લીલા નિશાન પર ખૂલ્યું બજાર
આજે શેરબજારમાં લેવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
BSE સેન્સેક્સ 427.49 પોઈન્ટ અથવા 0.77 ટકાના વધારા સાથે 56,245.60 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 133.65 પોઈન્ટ અથવા 0.80 ટકાના વધારા બાદ 16,761.65 પર ખુલયો હતો.

ADVERTISEMENT
પ્રથમ 10 મિનિટમાં કેવું રહ્યું બજાર?
પ્રથમ 10 મિનિટમાં શેરબજારમાં વધારો થયો છે અને સેન્સેક્સ લગભગ 1 ટકા અથવા 536.21 પોઇન્ટના વધારા સાથે 56,354.32 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 0.87 ટકા અથવા 144.70 પોઈન્ટના વધારા સાથે 16,772 પર ટ્રેડ કરી રહ્યો હતો.
મેટલ શેરોમાં 0.8 ટકાનો ઘટાડો
આજે, નિફ્ટી ઇન્ડેક્સમાં મેટલ સિવાય, અન્ય તમામ સેક્ટરના સૂચકાંકો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ શેરોમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, IT શેરોની જબરદસ્ત તેજીએ બજારને ઉંચક્યું છે.
ADVERTISEMENT
આઈટી શેરોમાં ઓલરાઉન્ડ ખરીદીને કારણે 2.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેલ અને ગેસના શેરમાં 0.8 ટકાનો વધારો થયો છે. PSU બેન્ક અને રિયલ્ટીના શેરમાં 0.53 ટકાનો વધારો ચાલુ રહ્યો હતો.
નિફ્ટીની હાલત
જો તમે આજના ટ્રેડિંગમાં નિફ્ટીની મૂવમેન્ટ પર નજર નાખો તો, 50માંથી 37 શેરો વૃદ્ધિના લીલા નિશાનમાં અને 13 શેર ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેંક નિફ્ટી આજે મજબૂત છે અને 194 પોઈન્ટ અથવા 0.55 ટકાના ઉછાળા સાથે 35808 ના સ્તર પર આવી ગયો છે.
ADVERTISEMENT
માર્કેટના ટોપ ગેઇનર્સ
આજે ટોચના નિફ્ટી શેરોમાં વિપ્રો 2.68 ટકા, ટેક મહિન્દ્રા 2.37 ટકા, ઇન્ફોસિસ 2.19 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. HCL ટેક 2.16 ટકા અને બજાજ ફિનસર્વ 1.92 ટકાનો ઉછાળો નોંધાવી રહી છે.
આજના ટોપ લુઝર્સ
શ્રી સિમેન્ટમાં 1.87 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એપોલો હોસ્પિટલ 1.10 ટકા અને NTPC લગભગ 1 ટકા નીચે છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 0.81 ટકા ગગડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ