બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sensex nifty falls after market opening today on monday here are the business updates

શેરબજારમાં મંદી / નવરાત્રીનાં પહેલા જ દિવસે માર્કેટમા કડાકો, 800 પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ 250 પોઇન્ટ્સનો ઘટાડો

Mayur

Last Updated: 09:48 AM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવરાત્રિની શરૂઆત સાથે જ શેરબજારમા મોટાપાયે મંદીની શરૂઆત થઈ ગઈ છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટયો છે અને નિફ્ટી 250 પોઈન્ટ ગબડીને રોકાણકારોને મૂંઝવી દીધા છે.

શેરબજાર માટે આજે નકારાત્મક સંકેતોૃ છે અને સ્થાનિક શેરબજારો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખૂબ જ નબળાઈ સાથે ખુલ્યા છે.

આજે, પ્રી-ઓપનિંગમાં જ, શેરબજારમાં સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાથી વધુના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આજે તમામ એશિયન બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને શાંઘાઈ, નિક્કી, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં કારોબાર ધીમો રહ્યો હતો.

કેવી રીતે ખુલ્લું બજાર

આજે અઠવાડિયાનાં પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 816.72 પોઈન્ટ અને નિફ્ટી 254.4 પોઈન્ટ તૂટયો, બંને અનુક્રમે 57,282.20 અને 17,072.95 નાં લેવલે ટ્રેડિંગ

શેરબજારના નિષ્ણાતોનું શું કહેવું છે
શેર ઈન્ડિયાના રિસર્ચ હેડ, વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંઘ કહે છે કે આજે બજાર માટે નિફ્ટી 17200-17250ના સ્તરે ખૂલવાની ધારણા છે અને બજાર 17100-17400ની રેન્જમાં વેપાર કરી શકે છે.

તેમનું કહેવું છે કે આજનું આઉટલૂક ડાઉનટ્રેન્ડનું છે અને ફાર્મા, એફએમસીજી, આઈટી, મેટલ, ઓટો અને સ્મોલકેપ સેક્ટરમાં મજબૂત વલણ જોવા મળશે. બીજી તરફ નબળા સેક્ટરની વાત કરીએ તો PSU બેન્ક, મીડિયા, રિયલ્ટી, બેન્ક, એનર્જી, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને મિડકેપ શેરોમાં ઘટાડો જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News Gujarati News share market news શેરબજાર સ્ટોક માર્કેટ ન્યૂઝ Share Market News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ