બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ADVERTISEMENT
બપોરનાં 2:00 વાગ્યાની નજીક સેન્સેક્સ (Sensex) 2000 અંકનાં વધારા સાથે 38 હજાર 100ને પાર વેપાર કરતો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી (Nifty) અંદાજે 600 અંકની મજબૂતી સાથે 11 હજાર 300નાં આંકડાને પાર કરી ગયો.
બપોરનાં 1:30 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1930 અંકની મજબૂતી સાથે 38 હજાર 25 અંકનાં સ્તરને પાર કરી દીધો હતો. જ્યારે નિફ્ટી 572 અંકનાં વધારા સાથે 11,290નાં સ્તરને પાર કરી લીધો. બપોરનાં 12:20 વાગ્યે સેન્સેક્સે 1900 અંકનાં વધારો કર્યો અને આ 38 હજારનાં સ્તરને પાર કરી લીધો. જ્યારે નિફ્ટીમાં 530નાં અંકની તેજી રહી અને આ 11 હજાર 235નાં સ્તર પર વેપાર થતો જોવા મળ્યો.
ADVERTISEMENT
Sensex crosses the 2000 mark, currently at 38,100.62 pic.twitter.com/qOBkMTcpHH
— ANI (@ANI) September 20, 2019
ADVERTISEMENT
બપોરનાં 12 વાગ્યે સેન્સેક્સ 1790નાં વધારા સાથે 37,885નાં સ્તર પર આવી ગયો. આ જ રીતે નિફ્ટી 515 અંક વધીને 11 હજાર 220નાં સ્તરને ટચ કરી લીધું. આ દરમ્યાન સેન્સેક્સનાં તમામ શેર વધારા સાથે વેપાર કરતા જોવા મળ્યાં. મારૂતિ, ઇંડસઇન્ડ બેંક, એચડીએફસી બેંકનાં શેરમાં પણ વધારો નોંધાયો છે. આ તમામ શેર 10 ટકાથી પણ વધારે વેપાર જોવા મળ્યો.
ADVERTISEMENT
ગુરુવારે રોકાણકારોના ડૂબ્યા હતાં 1.69 લાખ કરોડ
આ પહેલા ગુરુવારે બેંક અને ઊર્જા કંપનીઓના શેરોમાં ભારે વેંચાણ જોવા મળ્યું. આ કારણથી કારોબારના અંતમાં સેન્સેક્સ 470 અંક અથવા 1.29 ટકાના નુકસાનથી 36,039.47 અંક પર બંધ થયું. કારોબાર દરમિયાન નીચામાં 35,987.80 અંક તથા ઊંચામાં 36,613.93 અંત સુધી આવી ગયું હતું.
આ જ રીતે નિફ્ટી 135.85 અંક અથવા 1.25 ટકાના નુકસાનથી 10,704.80 અંક પર બંધ થયો હતો. આ એનો સાત મહિનાનો સૌથી નીચો સ્તર છે. આ પહેલા 19 ફેબ્રુઆરી, 2019એ નિફ્ટી 10,604 અંક પર બંધ થયો હતો.
ADVERTISEMENT
બજારમાં થયેલી આ ભાગદોડના કારણે રોકાણકારોના 1.69 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. વાસ્તવમાં બુધવારે બીએસઇ પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ 1, 40,19,877.32 કરોડ રૂપિયા હતી, જે હવે 1,38,50,541.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ રીતે માર્કેટ કેપમાં 1.69 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ રોકાણકારો માટે મોટો ઝટકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.