બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Security Breach in Lok Sabha : See who among the horrified MPs said what

ખૌફનાક દ્રશ્યનું વર્ણન / VIDEO: 'અમુક સાંસદોએ તેને પકડ્યો અને બરાબરનો ધોઈ માર્યો...': લોકસભામાં સુરક્ષા ચૂક મામલે જુઓ કયા સાંસદે શું કહ્યું

Published By: Parth

Last Updated: 03:38 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Security Breach in Lok Sabha : ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક, દર્શક દીર્ઘામાંથી કૂદી પડ્યા બે શખ્સ, સંસદમાં કર્યો ધુમાડો. ખૌફમાં દેખાયા સંસદસભ્યો, જુઓ કોણે શું કહ્યું

  • ભારતની સંસદની સુરક્ષામાં ચૂક 
  • સાંસદોમાં ફેલાયો ખૌફ 
  • જુઓ કયા સાંસદે શું કહ્યું 

આજે સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી છે, અને આજે જ દેશની નવી સંસદની સુરક્ષામાં ભારે ચૂકનો મામલો સામે આવ્યો છે. ઓડિયન્સ ગેલેરીમાંથી એક શખ્સ છલાંગ લગાવીને સાંસદોની વચ્ચે આવી ગયો અને સ્મોક કેન્ડ સળગાવી. લોકસભાની સુરક્ષાના ધજાગરા ઉડાવતા આ શખ્સોનો વીડિયો પણ સામે આવ્યો છે. 

સુરક્ષા પર ધ્યાન આપવાની જરૂર: ડીમ્પલ યાદવ 
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક છે. આ લોકોએ જે ધુમાડો કર્યો એ ઝેરી ધુમાડો પણ હોઈ શકતો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિંપલ યાદવે કહ્યું કે જે લોકો અહીં આવે છે, તે પોતાની સાથે ટેગ રાખતા નથી. હું સરકારને કહેવા માંગુ છું કે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આજે લોકસભામાં કઈ પણ થઈ શકતું હતું. બહુજન સમાજવાદી પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ દાનિશ અલીએ કહ્યું કે પબ્લિક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા અને અચાનક જ ધુમાડો થઈ ગયો. ભાગદોડ પણ મચી ગઈ, આ મોટી લાપરવાહી છે. 

સંસદની અંદર આ સામાન આવ્યો જ કઈ રીતે? 
ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયએ કહ્યું કે આ ભયાનક અનુભવ હતો, કોઈ અનુમાન ન લગાવી શકે તે લોકો શું કરવા માટે આવ્યા અને શા માટે આવ્યું કર્યું? અમે તરત જ ત્યાંથી ભાગીને બહાર આવી ગયા, પણ આ સુરક્ષામાં મોટી ચૂક છે, ધુમાડો છોડવાવાળી વસ્તુ સંસદમાં લાવ્યા ક્યાંથી? 

ભાજપ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે નિશ્ચિત રૂપે સુરક્ષામાં ખામી છે. જ્યારે પહેલો વ્યક્તિ નીચે આવ્યો તો અમને લાગ્યું કે તે પડી ગયો છે, પછી બીજો પણ કૂદ્યો જે બાદ અમે સતર્ક થઈ ગયા. એક વ્યક્તિએ જૂતાંમાંથી કશું કાઢ્યું અને ધુમાડો થઈ ગયો. જે પણ જવાબદર છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મલૂક નાગરે કહ્યું, અમુક સાંસદોએ તેની ધોલાઈ કરી  
બીજનોરના બસપા સાંસદ મલૂક નાગરે કહ્યું કે, લોકસભામાં ધુમાડાના કારણે સાંસદો દહેશતમાં આવી ગયા હતા. જે બાદ સાંસદોએ તેને પકડી પાડયા, અમુક સાંસદોએ તેની પિટાઈ પણ કરી નાંખી. મલૂક નાગરે એમ પણ કહ્યું કે અમને તો પહેલા એવું લાગ્યું હવે જીવિત નહીં બચીએ. ક્યાંક તેની પાસે હથિયાર હોત તો! એ કશું કરે તે પહેલા જ સાંસદોએ તેની પિટાઈ કરી નાંખી, ધુમાડામાંથી ખરાબ ગંધ આવી રહી હતી. 

શું છે સમગ્ર ઘટના? 
સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભાની સુરક્ષામાં ચૂક. ઓડિયન્સ ગેલેરીમાંથી એક શખ્સ છલાંગ લગાવીને સાંસદોની વચ્ચે આવી ગયો અને સ્મોક કેન્ડ સળગાવી. લોકસભાની સુરક્ષાના ધજાગરા ઉડાવતા આ શખ્સોનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે સાંસદો આ શખ્સને પકડવા ગયા ત્યારે તેણે સ્મોક કેન્ડલ સળગાવી હતી જે બાદ સમગ્ર સદનમાં ધુમાડો ધુમાડો થઈ ગયો. બાદમાં બને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓમાંથી એકનું નામ સાગર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્મોક કેન્ડલ જૂતાંની અંદર છુપાવીને લઈને આવ્યા હતા. બંને વિઝિટર બનીને સંસદમાં આવ્યા હતા અને તેમની પાસે મૈસૂરના સાંસદના નામે રેફરી પાસ હતો. દિલ્હી પોલીસની એન્ટિ ટેરર યુનિટ સ્પેશ્યલ સેલ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

બહાર પણ બે લોકોએ સ્મોક કેન્ડલ સળગાવી 
નોંધનીય છે કે સંસદ ભવનની અંદર જ નહીં બહાર પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટ ભવનની પાસે એક 42 વર્ષની મહિલા નીલમ તથા 25 વર્ષના અમોલ શિંદેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને સંસદ ભવનની બહાર સ્મોક કેન્ડલ સળગાવીને નારા લગાવી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Attack security breach in lok sabha Security Breach in Lok Sabha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ