બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SEBIમાં વિભિન્ન પદો પર ભરતી પડી, સેલરી એક લાખથી વધારે, બસ જોઇશે આ લાયકાત

તમારા કામનું / SEBIમાં વિભિન્ન પદો પર ભરતી પડી, સેલરી એક લાખથી વધારે, બસ જોઇશે આ લાયકાત

Published By: Vishal Dave

Last Updated: 08:53 AM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ભરતી અભિયાન હેઠળ કુલ 110 ખાલી જગ્યાઓ ભરવાની છે, જેમાં જનરલ, લીગલ, IT, રિસર્ચ, ઓફિશિયલ લેંગ્વેજ અને એન્જિનિયરિંગ જેવા વિભાગોનો સમાવેશ થાય છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ વિવિધ ગ્રેડ Aઅધિકારી (Officer Grade A) પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 30 ઓક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે, અને રસ ધરાવતા ઉમેદવારો 28 નવેમ્બર 2025 સુધી SEBIની સત્તાવાર વેબસાઇટ sebi.gov.in મારફતે અરજી કરી શકે છે.આ ભરતી અભિયાન હેઠળ કુલ 110 ખાલી જગ્યાઓ ભરવાની છે, જેમાં જનરલ, લીગલ, IT, રિસર્ચ, ઓફિશિયલ લેંગ્વેજ અને એન્જિનિયરિંગ જેવા વિભાગોનો સમાવેશ થાય છે.

કુલ જગ્યાઓની વિગત

જનરલ (General) – 56 જગ્યાઓ

લીગલ (Legal) – 20 જગ્યાઓ

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) – 22 જગ્યાઓ

રિસર્ચ (Research) – 4 જગ્યાઓ

ઓફિશિયલ લેંગ્વેજ (Official Language) – 3 જગ્યાઓ

એન્જિનિયરિંગ (Engineering) – 5 જગ્યાઓ

લાયકાતની આવશ્યકતાઓ

જનરલ પદો માટે: કોઈપણ વિષયમાં માસ્ટર ડિગ્રી, અનુસ્નાતક ડિપ્લોમા અથવા કાયદાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

લીગલ પદો માટે: ઉમેદવાર પાસે કાયદાની સ્નાતક ડિગ્રી (LLB) હોવી આવશ્યક છે.

એન્જિનિયરિંગ પદો માટે: ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જરૂરી છે.

ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 1995ના રોજ કે તે પછી થયો હોવો જોઇએ, ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

જનરલ અને OBC ઉમેદવારો માટે: ₹1000

SC, ST અને દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે: ₹100

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરાશે:

પ્રારંભિક ઓનલાઈન પરીક્ષા (Phase I) – 100 ગુણના બે પેપર

મુખ્ય ઓનલાઈન પરીક્ષા (Phase II) – 100 ગુણના બે પેપર

ઈન્ટરવ્યૂ (Interview)

પરીક્ષાઓમાં પ્રાપ્ત ગુણ અને ઈન્ટરવ્યૂમાં દેખાવના આધારે અંતિમ પસંદગી થશે.

પગાર અને સુવિધાઓ

પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને આશરે ₹1,84,000 સુધીનો કુલ વેતન પેકેજ મળશે, જેમાં વિવિધ ભથ્થાં અને લાભોનો પણ સમાવેશ છે.

આ પણ વાંચોઃ NHAIમાં ભરતી પડી છે, જલ્દી કરજો, રહી ના જાઓ, પગારધોરણ 2 લાખ સુધી!

અરજી કેવી રીતે કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો sebi.gov.in વેબસાઇટ પર જઈને SEBI Grade A Recruitment 2025 લિંક દ્વારા અરજી કરી શકે છે.

અરજી કરતા પહેલાં ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે તેઓ સત્તાવાર ભરતી સૂચના (Notification PDF) ધ્યાનપૂર્વક વાંચી લે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SEBI Apply Online SEBI Grade A Vacancy SEBI Recruitment 2025

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ