બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Sealing campaign undertaken by Ahmedabad Municipal Corporation

કાર્યવાહી / AMCની 'મેગા સીલિંગ ઝૂંબેશ': અમદાવાદમાં 4 હજારથી વધુ મિલકતને ખંભાતી તાળા લાગતા ડિફોલ્ટર્સમાં ફફડાટ

Malay

Last Updated: 04:05 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારથી સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે.

 

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો
  • મ્યુનિસિપલ તંત્રએ વહેલી સવારથી હાથ ધરી સીલિંગ ઝૂંબેશ
  • આટલા કરદાતાઓએ નથી ભર્યો ટેક્સ 

અમદાવાદમાં ગત શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલી વાર એવી ડિફોલ્ટર સામેની મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ટોરેન્ટ અને જીઈબી સાથે સંકલન કરીને બાકીદારોનાં વીજળીનાં કનેક્શન પણ કાપવાની કામગીરી તંત્રએ કરી હતી. હવે આજે પણ તંત્ર બાકી ટેક્સ કરદાતાઓ સામે ત્રાટક્યું છે. સવારથી મોટી રકમના બાકીદારો સામે સીલ મારવાની ઝૂંબેશ જોશભેર હાથ ધરાઈ છે. વહેલી સવારના સાડા પાંચ વાગ્યાથી સમગ્ર શહેરમાં તંત્રની વિવિધ ટીમોએ કોમર્શિયલ એકમોની યાદી તૈયાર કરી તેના આધારે સીલ મારવાની શરૂઆત કરતા ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે.

પ્રોપર્ટી ટેક્સ રિકવરી મામલે શહેરના 7 ઝોનમાં AMCની કડક કાર્યવાહી, 4564  મિલકત સીલ, આટલા કરોડની આવક | Strict action of AMC in 7 zones of the city in  the matter of property

ગત શુક્રવારે પણ હાથ ધરાઈ હતી સીલિંગ ઝૂંબેશ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત શુક્રવાર તા. ૨૪ ફેબ્રુઆરીએ પહેલી વખત મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈને શહેરની કુલ ૮,૭૦૦ કોમર્શિયલ મિલકતને તાળાં મરાયાં હતાં. તે દિવસે આ મેગા સીલિંગ ઝૂંબેશથી તંત્રની તિજોરીમાં રૂ. ૨૫ કરોડ જેટલી માતબર રકમ ઠલવાઈ હતી. પૂર્વ ઝોનનાં ટોરેન્ટ સાથે સંકલન કરી કોર્પોરેશને ઈતિહાસમાં પહેલી વાર કોમ્પ્લેક્સનાં વીજજોડાણ કાપ્યાં હતાં. તે દિવસે પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે ૫,૦૮૯ કોમર્શિયલ એકમોને સીલ મરાયાં હતાં.

૧૦.૭૫ લાખથી વધુ કરદાતાઓએ નથી ભર્યો ટેક્સ
આજે ફરીથી એક અઠવાડિયામાં મ્યુનિસિપલ સત્તાધીશોએ શહેરમાં મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. કોર્પોરેશનના ચોપડે વન ટાઇમ સેટલમેન્ટ યોજના તેમજ સીલિંગ ઝૂંબેશથી પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓ કુલ ૧.૯૪ લાખથી વધુ નોંધાયા છે. આની સામે હજુ ૧૦.૭૫ લાખથી વધુ કરદાતાઓએ પોતાનો બાકી ટેક્સ મ્યુનિ. તંત્રમાં ભર્યો નથી. એટલે કે તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૩થી ૨૧ વર્ષ બાદ જાહેર કરાયેલી ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમ અંતર્ગત ૨૦ ટકા મિલકતધારકોનો પૂરેપૂરો ટેક્સ ભરાયો છે, જ્યારે હજુ ૮૦ ટકા કરદાતાઓ પોતાનો બાકી ટેક્સ ભરવા આગળ આવ્યા નથી. 

આજે વહેલી સવારથી અધિકારીઓએ બોલાવ્યો સપાટો
આજે સવારના સાડા પાંચ વાગ્યાથી અગાઉની જેમ જ બાકી ટેક્સ વસૂલાત ઝૂંબેશ હેઠળ સત્તાવાળાઓએ સપાટો બોલાવવા લીધો છે, જે અંતર્ગત પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી ૧૫૦૦ કોમર્શિયલ એકમને તંત્રના ખંભાતી તાળાં લાગી ચૂક્યાં છે. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ. કે. પટેલ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમેશ મેરજા અને પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એસ. એ. પટેલની સાથે ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દીપક પટેલ, હરદેવસિંહ ઝાલા વગેરે પણ સીલિંગ ઝૂંબેશમાં જોડાયા હતા.

૧૦,૦૦૦ કોમર્શિયલ મિલકતને તંત્રનાં તાળાં લાગે એવી શક્યતા
કમિશનર એમ. થેન્નારસનની કડક તાકીદથી આજે દિવસ દરમિયાન આશરે ૧૦,૦૦૦ કોમર્શિયલ મિલકતને તંત્રનાં તાળાં લાગી જાય તેવી શક્યતા છે, કેમ કે બાકી પ્રોપર્ટી ટેક્સધારકોને કાયદાની ભીંસમાં લેવા શહેરના તમામ સાતેય ઝોનમાં ઊતરેલી ટીમને અપાયેલા લક્ષ્યાંકને જોતાં આટલો આંકડો મેળવી લેવાશે તેવું લાગે છે. બીજા અર્થમાં ડિફોલ્ટર્સ માટે ગયા શુક્રવારની મેગા સીલિંગ ઝૂંબેશ કરતાં પણ આ શુક્રવારની મેગા સીલિંગ ઝૂંબેશ વધુ કપરી બનશે તેવા એંધાણ છે. દરમિયાન આ લખાય છે ત્યારે સવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં ૪,૦૦૦થી વધુ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં હોઈ ડિફોલ્ટર્સને ધોળે દહાડે તારા દેખાઈ રહ્યા છે.

દર શુક્રવારે તંત્ર મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરશે
પ્રોપર્ટી ટેક્સના બાકીદારો માટે તંત્ર દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ યોજના જેવી ઐતિહાસિક યોજના જાહેર કરાઈ હોવા છતાં પણ હજુ અનેક મોટી રકમના બાકીદારો ટેક્સ ભરી રહ્યા નથી, જેના કારણે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનની સીધી સૂચનાથી તંત્રએ દર શુક્રવારે મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરવાની દિશામાં કમર કસી છે. 

સૌથી વધુ બે લાખ બાકીદારો પૂર્વ ઝોનના
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાને તપાસતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૨,૦૧,૭૬૦ બાકીદારો છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં ૧,૪૩,૦૮૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧,૩૩,૮૯૬ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા એટલે કે ૧,૦૫,૫૩૨ બાકીદારો ટેક્સના ચોપડે નોંધાયા છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૫૦,૦૦૦ બાકીદારોએ પૂરેપૂરો ટેક્સ ભર્યો
જ્યારે પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓની સંખ્યા અંગે તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૦,૩૫૧ કરદાતાઓએ પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કર્યો છે. જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૧૩,૮૩૬ કરદાતાઓએ ટેક્સ ભરવામાં રસ દાખવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ