બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / scg Test Crowd Abused Jasprit Bumrah And Mohammad Siraj By Calling Brown Dog
ADVERTISEMENT
ટીમે ફરિયાદ કરી તો હવે ઓસ્ટ્રેલિયા કરશે તપાસ
સિરાજે પહેલાં કેપ્ટન અજિંક્ય રહાણે અને પછી ઓન-ફિલ્ડ અમ્પાયર્સ સાથે ફેન્સના વ્યવહારની ફરિયાદ કરી. ત્રીજા દિવસે 10 મિનિટ સુધી રમત રોકવામાં આવી. સિક્યોરિટી બોલાવીને 6 લોકોને બહાર કરાયા. શનિવારની ઘટના બાદ ભારતીય ટીમે આઈસીસીને ફરિયાદ કરી છે. જાતિવાદ ટિપ્પણીઓ કરતા ફેન્સે બુમરાહ અને સિરાજને કહ્યું, તમે કાળા કૂતરા છો, ઘરે જતા રહો. અમે તમને પસંદ નથી કરતા. બંને ક્રિકેટર્સને મંકી, વૈંકર સહિત અન્ય અપશબ્દો કહેવામાં આવ્યા. ત્યારે હવે આ ઘટનાથી જોડાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયન ફેન્સનો વ્યવહાર સાંભળી શકાય છે.
ADVERTISEMENT
Well this is some proof......
— Rithvik Shetty (@Shetty10Rithvik) January 10, 2021
🙄🙄🙄🙄#INDvsAUS #racism #AUSvINDtest pic.twitter.com/NL47ztRfOZ
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માગી, કોહલી ભડક્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની માફી માગતા આ મામલે તપાસની વાત કરી છે. CAના સિક્યોરિટી અને ઈન્ટેગ્રિટી હેડ સીન કેરલે કહ્યું, સીરિઝના મેજબાનના તરીકે અમે તેમને (ભારતીય ખેલાડીઓ)ને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સમગ્ર મામલાની તપાસ કરીશું.
ADVERTISEMENT
We have launched an investigation in parallel with NSW Police following a crowd incident at the SCG today. Full statement 👇 pic.twitter.com/D7Qu3SenHo
— Cricket Australia (@CricketAus) January 10, 2021
ADVERTISEMENT
ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટનાઓ પર ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી છે. કોહલી પણ ઓસ્ટ્રેલિયામાં ફીલ્ડિંગ કરતા રંગભેદ ટિપ્પણીઓનો શિકાર થઈ ચૂક્યો છે. કોહલીએ લખ્યું- રંગભેદ અપશબ્દો કોઈપણ કાળે સ્વીકાર્ય નથી. બાઉન્ડ્રી લાઈન્સ પર ખૂબ જ ખરાબ વાતો કહેવાઈ છે, પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ મારી સાથે થઈ છે, આ ખૂબ જ ખરાબ વર્તન છે. મેદાન પર આવું થતા જોવું ખૂબ દુઃખદ ઘટના છે.
Racial abuse is absolutely unacceptable. Having gone through many incidents of really pathetic things said on the boundary Iines, this is the absolute peak of rowdy behaviour. It's sad to see this happen on the field.
— Virat Kohli (@imVkohli) January 10, 2021
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે આ રંગભેદ ટિપ્પણીને અત્યંત શરમજનક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં આવું જોઇને ખૂબ દુખ થાય છે. ચોથા દિવસે રમત સમાપ્ત થયા પછી લેંગરે કહ્યું, ટી બ્રેક દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી. યજમાનો તરીકે અમારા મહેમાનોને ખરાબ વર્તન થતાં જોઈ ન શકાય. તેના જુદા જુદા સ્તર છે. ગયા વર્ષે જ્યારે અમે ઈંગ્લેન્ડ ગયા હતા, અમારા કેટલાક ખેલાડીઓને જાતિવાદી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હજી કંઇ બદલાયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.