બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / SC committee report and mandate of 5 states is there a message to move forward on farmer laws

એંધાણ! / ચાર રાજ્યોમાં ભાજપની જીત અને SCનો ચોંકાવનારો રિપોર્ટ... શું કૃષિ કાયદા પરત આવે તેવાં સંકેત?

Dhruv

Last Updated: 11:49 AM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું સુપ્રીમ કોર્ટ કમિટીનો રિપોર્ટ અને 5 રાજ્યોનો જનાદેશ ખેડૂત કાયદાઓ પર આગળ વધવાનો મેસેજ આપી રહ્યો છે?

  • SC કમિટીના રિપોર્ટમાં મોટો ખુલાસો: 86% ખેડૂતો હતા કૃષિ કાયદાના સમર્થનમાં
  • શું આ રિપોર્ટ ખેડૂત કાયદાઓ પર આગળ વધવાનો મેસેજ આપી રહ્યો છે?
  • શું 5 રાજ્યોનાં જનાદેશનો પણ ખેડૂત કાયદાઓ તરફ આગળ વધવાનો મેસેજ?

ભારતના ખેડૂતોની દુર્દશા વિશે જ્યારે પણ ઈતિહાસ લખાશે ત્યારે ચોક્કસથી તેના વિશે વિશેષ ચર્ચા થશે. એવું કહેવામાં આવશે કે, દેશમાં એક સમયે ખેડૂતોનું એક વિચિત્ર આંદોલન થયું હતું, જેનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા હતાં અને કાયદાઓ પરત ખેંચ્યા બાદ એક કમિટિનો વિચિત્ર રિપોર્ટ આવ્યો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, આંદોલન ખોટું હતું. ખેતર અને કોઠારની સમૃદ્ધિ માટે બનાવેલો કાયદો સાચો હતો.

આજે દેશનાં કરોડો અન્નદાતાઓનું મન કહેતું હશે કે - 'હવે રિપોર્ટ લાવીને શું કરવાનો કે જ્યારે બધું પતી ગયું.' સત્ય તો એ છે કે, દાયકાઓ પછી દેશમાં ખેતી અંગેની હલચલ એક વાર ફરી દબાઈ ગઈ છે અને હવે ખેડૂતોના નસીબને ચમકાવવા માટે ફરી ક્યારે હલચલ થશે તેની કોઈને ખબર નથી. ખરેખર, ત્રણ કૃષિ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનો અહેવાલ, જે હવે જાહેર કરવામાં આવ્યો છે અથવા લીક થયો છે, તે દેશના શાસન, વહીવટ અને ટ્રાયલ માટે શરમજનક છે.

સમય અને ધીરજે એવો ખેલ ખેલ્યો કે ખેડૂત હાથ ઘસતો રહી ગયો

ફક્ત ટાઇમલાઇન પર નજર કરો. 5 નવેમ્બર 2020 ના રોજ, ખેડૂતોએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. પછી કોરોના જેવી મહામારીને ધ્યાનમાં લીધા વિના પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીથી ટ્રેક્ટરોએ મુસાફરી શરૂ કરી દીધી. સેંકડો ટ્રેક્ટર દેશની રાજધાની દિલ્હી પહોંચવા લાગ્યાં. ટૂંક સમયમાં, આ દેશવ્યાપી આંદોલનને દિલ્હીની બોર્ડર પર સમેટાઇ ગયું. સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર સહિત દિલ્હીમાં પ્રવેશતા દરેક દરવાજા પર તંબુ લગાવીને ખેડૂત નેતાઓ બેસી ગયાં હતાં. લોકશાહીના મંદિરમાં એટલે કે સંસદમાં ખેડૂતોનો હીરો કોણ, ખલનાયક કોણ તેની પર ચર્ચા થવા લાગી હતી.

પાંચ રાજ્યોની ચૂંટણી નજીક હતી અને એ પહેલાં 19 નવેમ્બર, 2021 નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચી લીધા હતાં. ત્યારે હવે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ખેડૂત કાયદાઓ હટાવ્યાના લગભગ ત્રણ મહિના બાદ એવાં સમાચાર આવ્યાં છે કે, તે સમિતિએ તેની રચનાના બે મહિના પછી 19 માર્ચ, 2021 ના ​​રોજ તેનો અહેવાલ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કૃષિ કાયદા પરત ખેંચવા જોઈએ નહીં. દેશની બહુમતી કૃષિ કાયદાઓ સાથે ઉભી છે. હવે આને એક પ્રકારે મોટી મુશ્કેલી ના કહેવાય તો શું કહેવાય?

કૃષિ કાયદા પરત ખેંચવા એ કેમ ખોટું હતું?

સમિતિના ત્રણ સભ્યોમાંથી એક અનિલ ઘનવટે સોમવારનાં જણાવ્યું હતું કે, તેઓએ સુપ્રીમ કોર્ટને અનેક વખત કમિટિની તારણો જાહેર કરવા માટે વિનંતી કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે રિપોર્ટ જાહેર ન કર્યો ત્યારે તેમણે જાતે જ આ રિપોર્ટ જાહેર કરવા આગળ આવવું પડ્યું. જો કે આ પ્રસંગે સમિતિના અન્ય બે સભ્યો અશોક ગુલાટી અને પ્રમોદ કુમાર શાસ્ત્રી હાજર રહ્યાં ન હતા. જો પુણેના ખેડૂત નેતા અનિલ ઘનવટનો દાવો સાચો હોય તો કોર્ટ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ એક રસપ્રદ તારણ પર પહોંચ્યો હતો.

ખેડૂત સંગઠનોની પ્રતિક્રિયા જાણ્યા બાદ જાણવા મળ્યું કે, માત્ર 13.3% હિસ્સેદારો જ ત્રણેય કાયદાની વિરુદ્ધ હતાં. 85.7 ટકા ખેડૂત સંગઠનો ત્રણેય કાયદાઓની સાથે હતાં. જે 33 મિલિયનથી વધુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે, પોતે જ બનાવેલી કમિટિનો રિપોર્ટ કોર્ટના દાયરામાં કેમ અટવાઈ ગયો? કોર્ટને એવાં નિષ્કર્ષ પર પહોંચવામાં આટલો સમય કેમ લાગે છે, જે જીત પણ સજામાં ફેરવાઈ જાય છે? અને કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પર ખેડૂતોને કેમ સમજાવી શકી નથી?

તો શું દિલ્હીમાં એજન્ટોની ટોળકી ઉભી હતી?

સૌ પ્રથમ તો એ સમજી લેવું જોઈએ કે, સમિતિના અહેવાલમાં આશ્ચર્યજનક કંઈ નથી. 378 દિવસ સુધી દિલ્હી બોર્ડર પર રોકાયેલા ખેડૂતોમાં આખાય દેશના મોટા ભાગના ખેડૂતો સામેલ નથી. ઉત્તર પ્રદેશ, બિહાર તો દૂર પરંતુ દિલ્હી સરહદની નજીક સ્થાયી થયેલા ખેડૂતોએ પણ આમાં ભાગ લીધો ન હતો. નહીંતર, આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈ રહેલાં યોગેન્દ્ર યાદવને રડતા રડતા કહેવાની જરૂર ના પડત કે - 'મને ખૂબ જ દુઃખ છે કે ખેડૂતોને નજીકના જ ખેડૂતોનો ટેકો નથી મળી રહ્યો, હું ઈચ્છું કે તેઓ આગળ આવે, આંદોલનમાં જોડાય.' તો પછી આખરે ખેડૂતો આ આંદોલનમાં કેવી રીતે સામેલ થયા?

આ હરાજીમાં અંદાજે 50 દુકાનો 20 કરોડથી વધુમાં વેચાઈ હતી. નાણાંનો આ પ્રવાહ જ જણાવે છે કે મર્જ ક્યાં છે. હરાજીમાં કરોડોની કમાણી પ્રશાસનની જીત નહીં પણ હાર હતી. આ માત્ર એક ઉદાહરણ છે કે જે સરકાર માટે રૂટિન વર્ક જેવું છે. પરંતુ સરકાર અને વહીવટીતંત્રએ સમજવું જોઈએ કે ત્રણ કરોડની દુકાન ખરીદનાર એજન્ટો ખેડૂત અને ગ્રાહકને કેટલું દુઃખ પહોંચાડશે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓથી પણ આ એજન્ટોની મુશ્કેલીની કડી પ્રભાવિત થઈ રહી હતી. જેનું શું પરિણામ આવ્યું તે સૌ કોઇએ જોયું.

શું 5 રાજ્યોનાં જનાદેશનો પણ ખેડૂત કાયદાઓ તરફ આગળ વધવાનો મેસેજ?

ખેડૂત આંદોલને પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું મંથન કર્યું. આવી સ્થિતિમાં કોંગ્રેસના રણનીતિકારોને લાગ્યું હશે કે, પંજાબ પહેલેથી જ તેમનું છે, આ વખતે તેઓ ઉત્તર પ્રદેશને પણ ખેંચી લેશે. પરંતુ આવું ન થયું. બાકીનું પંજાબ પણ કોંગ્રેસના હાથમાંથી સરકીને આમ આદમી પાર્ટીમાં ગયું. ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે બહાર ઊભરી આવ્યું. ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ જનાદેશ ભગવા રંગમાં આવ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓનું ડીલીટ બટન દબાવીને જનતાએ થોડા મહિનાઓ માટે પોઝ બટન દબાવીને ફરી એક વાર આગળ વધવાનો સંદેશો આપ્યો છે એ વાત સ્વીકારવી જ રહી? ભાજપ માટે પાંચમાંથી ચાર રાજ્યોમાં ખેડૂતો વિના વિજય શક્ય ન હોત. તેથી, આ આદેશમાં આ સંદેશ પણ છુપાયેલો હોઈ શકે છે કે, કૃષિ કાયદાઓની ફાઇલ ફરી એક વાર ખોલવી જોઈએ. અત્યાર સુધીના અનુભવના આધારે તેમાં સુધારો કરવો જોઈએ અને આપણે કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ માટે આગળ વધવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ