ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi provide 20k cash at your home know about it here in details

બેંકિંગ / SBIના ખાતાધારકો માટે કામના સમાચાર, આ લોકોને ઘરે બેઠા મળશે 20,000 રૂપિયા, જાણો વિગતો

Published By: Noor

Last Updated: 09:37 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્ટેટ બેંકમાં ખાતું ધરાવતા ગ્રાહકો માટે સારાં સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકોને અનેક ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. બેંકે કોરોના સંકટમાં ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ શરૂ કરી છે. ચાલો જાણીએ ડિટેલ્સ.

ADVERTISEMENT

  • SBIના ખાતાધારકો માટે સારાં સમાચાર
  • બેંકે ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ શરૂ કરી છે
  • બેંક ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા

ડોરસ્ટેપ બેંકિંગ સુવિધામાં કેશ ઉપાડથી લઈને પે ઓર્ડર્સ, નવી ચેકબુક, નવી ચેકબુક રિક્વિઝિશન સ્લિપ સંબંધિત વિવિધ પ્રકારની સુવિધાઓ આપી રહી છે. ભારતીય સ્ટેટ બેંક (SBI)માં મિનિમમ લિમિટ 1,000 રૂ. અને મેક્સિમમ લિમિટ  20,000 રૂ. છે. કેશ વિડ્રોઅલની રિક્વેસ્ટ પહેલાં બેંક ખાતામાં પૂરતું બેલેન્સ હોવું ફરજિયાત છે. જો બેલેન્સ નહીં હોય તો ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે. 

પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું 

આ બેંકિંગ સેવાનો લાભ લેવા માટે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે સત્તાવાર લિંક https://bank.sbi/dsb પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ લોકોને સુવિધાઓ નહીં મળે

તમને જણાવી દઈએ કે આ સુવિધા જોઈન્ટ ખાતા, માઈનર ખાતા, બિન-વ્યક્તિગત ખાતાને આપવામાં આવશે નહીં, જ્યારે જે ગ્રાહકોનું રજીસ્ટર્ડ સરનામું હોમ બ્રાંચના 5 કિમીના રેડિયસમાં છે તેમને પણ આ સુવિધા આપવામાં નહીં આવે. 

આટલો ચાર્જ લાગશે

ડોરસ્ટેપ બેંકિંગમાં નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે, 75 રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવશે.

આ નંબરો પર પણ સંપર્ક કરી શકો છો

બેંકની મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેંકિંગ સેવા માટે નોંધણી કરાવી શકાય છે. આ સિવાય કામના દિવસોમાં સવારે 9થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરી શકાય છે. SBI ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ વિશે વધુ વિગતો માટે ગ્રાહકો https://bank.sbi/dsbની મુલાકાત લઈ શકે છે. ગ્રાહક તેની હોમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકે છે.

ડોરસ્ટેપ બેંકિંગની ખાસિયતો

  • આ માટે રજીસ્ટ્રેશન હોમ બ્રાન્ચમાં કરવાનું રહેશે.
  • જ્યાં સુધી આ સુવિધા કોન્ટેક્ટ સેન્ટર પર પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને હોમ બ્રાન્ચમાં જ અરજી કરવાની રહેશે.
  • પૈસા જમા કરવા અને ઉપાડવા બંને માટે મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ છે.
  • બધાં Non financial transactions માટે સર્વિસ ચાર્જ 60 રૂપિયા પ્લસ જીએસટી જ્યારે financial transactions માટે 100 રૂપિયા પ્લસ જીએસટી છે. 
  • પૈસા ઉપાડવા માટે ચેક અને વિડ્રોઅલ ફોર્મની સાથે પાસબુકની પણ જરૂર પડશે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Details SBI cash Banking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ