બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sanath Jayasuriya to coach Melbourne club after end of ICC ban

ક્રિકેટ / ફરી એક વખત મેદાન પર દેખાશે જયસૂર્યા, આ ખેલાડીના કહેવા પર સંભાળશે જવાબદારી

Published By: Noor

Last Updated: 10:00 AM, 6 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર સનથ જયસૂર્યા ફરી એકવાર મેદાનમાં ઉતરશે.

  • ફરી એક વખત મેદાન પર દેખાશે જયસૂર્યા
  • શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાને જયસૂર્યાને પદ સંભાળવા માટે રાજી કર્યા
  • સાથી ખેલાડીઓને આપશે કોચિંગ

સનથ જયસૂર્યાને મેલબોર્ન ક્લબની ટીમ મુલગ્રેવનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. તે આગામી સિઝનમાં ટીમને કોચિંગ આપશે.જયસૂર્યા તેની સાથે રમનારા તિલકરત્ને દિલશાન અને ઉપુલ તરંગાને પણ કોચિંગ આપશે, કારણ કે બંને ખેલાડીઓ ક્રિકેટર તરીકે વિક્ટોરિયા ઇસ્ટર્ન ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા છે.

બે વર્ષ માટે લાગ્યો હતો પ્રતિબંધ

જયસૂર્યા ફેબ્રુઆરી 2019માં આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી કોડના ભંગ માટે બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરશે. તેના પર શ્રીલંકામાં ભ્રષ્ટાચાર સંબંધિત તપાસકર્તાઓને સહયોગ આપવાનો ઇનકાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપોમાં તપાસમાં અવરોધ પેદા કરવું અથવા વિલંબ થવો સામેલ છે. તેમ છતાં, ગયા વર્ષે નવેમ્બરમાં પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.

આ ખેલાડીએ તેને મનાવ્યો

હેરલ્ડ સનના અહેવાલ મુજબ- શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાને 51 વર્ષીય જયસૂર્યાને પદ સંભાળવા માટે રાજી કર્યા હતા. દિલશાન અને ઉપુલ મુલગ્રેવ ક્લબ તરફથી રમશે. જયસૂર્યા શ્રીલંકાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.

ખેલાડીઓ માટે બેસ્ટ તક

મુલગ્રેવના રાષ્ટ્રપતિ માલિન પુલેનયેગમે કહ્યું કે, દિલશાને અમારા માટે માર્ગ ખોલ્યો છે અને આ અમારા માટે એક શ્રેષ્ઠ તક છે. અમારે તેના પર કામ કરવું હતું અને સમાધાન કરવું હતું અને અમે એવું કર્યું. અમારા યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ધોરણને સમજવાની આ એક શ્રેષ્ઠ તક છે.

સાથી ખેલાડીઓને આપશે કોચિંગ

જયસૂર્યા સાથે શ્રીલંકા તરફથી રમનારા તિલકરત્ને દિલશાન અને ઉપુલ તરંગા, વિક્ટોરિયા ઇસ્ટર્ન ક્રિકેટ એસોસિએશન ક્લબ સાથે ખેલાડીઓ તરીકે સંકળાયેલા છે. જયસૂર્યા હવે તેની સાથે રમનારા આ બંને ખેલાડીઓને કોચિંગ આપશે.

જયસૂર્યાની ક્રિકેટ કારકીર્દિ 22 વર્ષ હતી

મુલગ્રેવ ક્લબે શુક્રવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જયસૂર્યાઅમારી સાથે જોડાવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમને આશા છે કે જયસૂર્યા ક્લબના વરિષ્ઠ અને યુવા ખેલાડીઓને મૂલ્યવાન માર્ગદર્શન આપશે. જયસૂર્યાએ 22 વર્ષના લાંબા ગાળામાં 110 ટેસ્ટ અને 445 વનડે મેચ રમી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 42 સદી ફટકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ICC ban Sanath Jayasuriya coach Melbourne club Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ