ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / પ્યારમાં દગો મળતાં ક્રિકેટરે પત્નીનો અંગત વીડિયો લીક કર્યો! ભારત પાસેથી છીનવી હતી ચેમ્પિયન્સ ટ્રોફી

ક્રિકેટમાં હડકંપ / પ્યારમાં દગો મળતાં ક્રિકેટરે પત્નીનો અંગત વીડિયો લીક કર્યો! ભારત પાસેથી છીનવી હતી ચેમ્પિયન્સ ટ્રોફી

Last Updated: 09:24 AM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ક્રિકેટરે પ્રેમમાં દગો મળતાં પોતાની પત્નીનો અંગત વીડિયો લીક કરી નાખ્યો હતો.

ADVERTISEMENT

ક્રિકેટરો રમત માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ સમાચારમાં રહે છે. ચાહકો સોશિયલ મીડિયા પર ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ અથવા પત્નીઓને પણ ફોલો કરે છે અને તેમના અંગત જીવનમાં રસ લે છે. આ બધામાં એક ક્રિકેટર તો એવો નીકળ્યો કે જેણે એક શરમજનક કૃત્ય કરી નાખ્યું હતું.

જયસૂર્યાને પ્રેમમાં મળ્યો હતો દગો

શ્રીલંકાના મહાન ક્રિકેટર સનથ જયસૂર્યાએ પ્રેમમાં દગો મળતાં તેની પૂર્વ પત્નીનો વીડિયો વાયરલ કરી નાખ્યો હતો. જયસૂર્યાનું ક્રિકેટ કરિયર જેટલું મહાન હતું, તેમનું અંગત જીવન પણ એટલું જ ઉતાર-ચઢાવ અને વિવાદોથી ભરેલું હતું. તેમણે ત્રણ લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ ગયા. તેમના પહેલા લગ્ન 1998માં એર શ્રીલંકા ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરુણાનાયકે સાથે થયા હતા, જે એક વર્ષમાં જ તૂટી ગયા. આ પછી, 2000માં, તેમણે એર હોસ્ટેસ સાન્દ્રા ડી સિલ્વા સાથે બીજા લગ્ન કર્યા, જેની સાથે તેમને ત્રણ બાળકો છે. જોકે, અભિનેત્રી મલિકા સિરીસેનાએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો.

પત્નીએ બીજા લગ્ન કરી લેતાં અંગત વીડિયો કર્યો વાયરલ

જયસૂર્યા એ મલિકા સાથેના અફેરને કારણે તેની બીજી પત્ની સાન્દ્રા ડી સિલ્વા સાથે છૂટાછેડા લીધા હતા. જે પછી ફેબ્રુઆરી 2012 માં, તેણે એક મંદિરમાં અભિનેત્રી મલિકા સિરીસેના સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને મલિકા સિરીસેનાએ થોડા સમય પછી જયસૂર્યાને છોડી દીધી અને એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરી લીધા. જયસૂર્યા આ વિશ્વાસઘાત સહન કરી શક્યા નહીં અને ગુસ્સામાં તેમણે મલિકા સિરીસેનાનો ખાનગી વીડિયો લીક કરી દીધો. તેમના પર મલિકા સિરીસેનાનો વાંધાજનક અને ઘનિષ્ઠ વીડિયો જાણી જોઈને લીક કરવાનો આરોપ છે.

ક્રિકેટરે આરોપોને નકારી કાઢ્યા

મલાઇકાનો આ વીડિયો વર્ષ 2017 માં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. શ્રીલંકાના કેટલાક મીડિયા આઉટલેટ્સે અહેવાલમાં દાવો કર્યો હતો કે મલાઇકા સિરીસેનાએ જયસૂર્યા (ક્રિકેટર) વિરુદ્ધ વીડિયો લીક કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. જોકે, જયસૂર્યાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને વીડિયોમાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ જયસૂર્યનો હમશકલ હોઈ શકે છે.

ભારત પાસેથી છીનવી હતી ચેમ્પિયન્સ ટ્રોફી

29 ઓક્ટોબર 2000ના દિવસે શારજાહમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત સામે 189ની તોફાની ઈનિંગ ખેલી હતી. જેના કારણે શ્રીલંકાને 299 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ મળી. જવાબમાં, ભારતીય ટીમ માત્ર 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને શ્રીલંકાએ 245 રનના મોટા માર્જિનથી મેચ જીતીને ખિતાબ જીત્યો. તેમણે ૨૦૧૧ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જયસૂર્યા તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા હતા. તેમણે ૪૪૫ વનડેમાં ૧૩,૪૩૦ રન બનાવ્યા અને ૩૨૩ વિકેટ લીધી, જેના કારણે તેઓ ૧૦,૦૦૦ રન બનાવનારા અને ૩૦૦ વિકેટ લેનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા. તેમના નામે વનડે ક્રિકેટમાં ૨૮ સદી અને 68 અડધી સદી છે. તેઓ માત્ર એક બેટ્સમેન જ નહીં પણ એક ઉત્તમ ડાબોડી સ્પિનર ​​અને ચપળ ફિલ્ડર પણ હતા.

વધુ વાંચો : મમ્મી સેક્સની ટ્રેનિંગ આપે છે, કહે છે લગ્ન પછી કામ લાગશે', 9મા ધોરણની છોકરીનો સનસનીખેજ આરોપ

30 જુને જયસૂર્યનો બર્થડે

પ્રેમમાં દગો મળતાં પત્નીનો અંગત વીડિયો વાયરલ કરવાનો કિસ્સો જયસૂર્યના બર્થડે 30 જુને શેર કરાયો હતો. એટલે કે તેની બર્થડેના દિવસે તેના જીવનનો એક ખાસ કિસ્સો ચર્ચાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sanath Jayasuriya maleeka Sirisena
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ