બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / samajwadi party released first list of 16 candidates for the lok sabha elections for uttar pradesh

સપા એક્શનમાં / BIG BREAKING : અખિલેશ યાદવે લોકસભાના 16 ઉમેદવારો જાહેર કર્યાં, પત્નીને પિતાની પરંપરાગત બેઠક પર ટિકિટ

Hiralal

Last Updated: 05:42 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

  • ઈન્ડીયા ગઠબંધનની પાર્ટનર સમાજવાદી પાર્ટી વહેલી ઉઠી
  • અખિલેશે યાદવે જાહેર કર્યાં લોકસભાના 16 ઉમેદવારો 
  • પત્ની ડિંપલ યાદવને મૈનપુરીને મેદાનમાં ઉતાર્યાં 

લોકસભા ચૂંટણીને 5 મહિનાની વાર છે. રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં લાગ્યાં છે. પરંતુ તેમાં સમાજવાદી પાર્ટી સૌથી વહેલી ઉઠી છે. સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવે લોકસભાની પહેલી યાદી જાહેર કરતાં 16 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.

કોણ છે 16 ઉમેદવારો 

સમાજવાદી પાર્ટીએ અખિલેશની પત્ની ડિંપલ યાદવને મુલાયમ સિંહ યાદવની પરંપરાગત બેઠક મૈનપુરથી ટિકીટ આપી છે. સંભલ તરફથી શફીકુર રહેમાન બરકને ફરી મેદાનમાં ઉતારાયા છે તો ફિરોઝાબાદથી અક્ષય યાદવ, મૈનપુરીથી ડિમ્પલ યાદવ, ઈટાથી દેવેશ યાદવ, બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદોરિયા અને ઉન્નાવથી અન્નુ ટંડનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લખનઉથી રવિદાસ મનહરોત્રા અને ફરૂખાબાદથી ડો.નવલ કિશોર શાક્યને ટિકિટ આપવામાં આવી છે. અન્ય ઉમેદવારોમાં અકબરપુરથી રાજારામ પાલ, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ, આંબેડકર નગરથી લાલજી વર્મા, બસ્તીથી રામ પ્રસાદ ચૌધરી અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.

ડિંપલ યાદવ મૈનપુરીથી મેદાનમાં
અખિલેશની પત્ની ડિંપલ યાદવ મેનપુરથી મેદાનમાં છે. મૈનપુરી મુલાયસિંહ યાદવની પરંપરાગત બેઠક છે અને તે સમાજવાદી પાર્ટીનો ગઢ છે. 

લોકસભા ચૂંટણી માટે આ પહેલી યાદી  
લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી વહેલી જાગી છે. અત્યાર સુધી ભાજપ સહિત કોઇએ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

2024 loksabha 2024 loksabha election SP 16 lok sabha candidates SP lok sabha candidates SP lok sabha candidates news લોકસભા ચૂંટણી 2024 SP 16 lok sabha candidates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ