બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Salman stands firmly with Shahrukh Khan! Sharing the teaser said - my Jawaan brother is ready
ADVERTISEMENT
સલમાન ખાન અને શાહરુખ ખાનના સંબધોમાં ગમે તેવા ઉતાર-ચઢાવ આવ્યાં હોય પરંતુ આ વખતે બન્નેએ જકડીને એકબીજાનો હાથ પક્ડયો છે. તેવુ લાગી રહ્યું છે કે, સલમાન ખાન કોઈ પણ કિંમતે શાહરુખ ખાનની ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરાવા માંગે છે. અને તેના માટે તે પૂરો ભાર મૂકે છે. તેની સાબિતી એક વાર ફરી ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી,જ્યારે સલમાન ખાને શાહરુખની ફિલ્મ જવાનનો ટિઝર શેયર કર્યો.
સલમાન શાહરૂખનો હાથ પકડીને ઉભો છે
ADVERTISEMENT
જણાવી દઈએ કે, શાહરુખ ખાન અને સલમાન ખાન એક સાથે કામ કરતા નજરે પડશે. તે પહેલા પણ સલમાન ખાન તેની ફિલ્મ ટ્યૂબલાઈટ દ્વારા શાહરુખ ખાનને કમબેક અપાડવાની કોશિશ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે સલમાન ખાનની ઘણી ફિલ્મો બેક ટૂ બેક ફ્લોપ થયા બાદ તેઓએ થોડો સમય બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો અને હવે તે એક બાદ એક અનેક પ્રોજેક્ટ લાવવાના છે.
લો મારા JAWAAN ભાઈ આવી ગયા...
ADVERTISEMENT
શાહરુખ ખાનના આ કમબેકમાં તેમનું હાથ થામીને સુપરસ્ટાર સલમાન ખાન ઉભા છે. સલમાન ખાને શાહરુખ ખાનની ફિલ્મજવાનનો ટીઝર તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરીને શાહરુખ ખાનને ટેગ કર્યું અને લખ્યું - મારા જવાન ભાઈ રેડી છે. ફેન્સ પણ સલમાન ખાનના આ કોન્ટેન્ટ સપોર્ટને જોઈને ખૂબ ઈમ્પ્રેસ થયા છે.
સલમાન ખાનના સપોર્ટથી ફેન્સ પણ થયા ઈમ્પ્રેસ
ADVERTISEMENT
એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, જેમ સલમાન ખાન એકાએક શાહરુખ ખાનને સપોર્ટ કરી રહ્યાં છે તે શબ્દોમાં કેહવાય તેમ નથી. જણાવી દઈએ કે શાહરુખ ખાન છેલ્લીવાર ફિલ્મ ઝીરોમાં કામ કરતા દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કેફ પણ હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.