બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / salman khan film dabangg 3 trailer will be launched on october 23 in mumbai
ADVERTISEMENT
પરંતુ હવે લાગે છે કે જલ્દી જ ફેન્સનો આતુરતાનો અંત આવશે. ફિલ્મનું ટ્રેલર 23 ઓક્ટોબરે મુંબઇમાં રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત મેકર્સે સલમાનના ફેન્સને સરપ્રાઇઝ આપવા માટે એક શાનદાર પ્લાન પણ બનાવ્યો છે.
રિપોર્ટ મુજબ, ટ્રેલર લોન્ચના દિવસે સલમાન ખાન, ચુલબુલ પાન્ડેના અવતારમાં પહોંચશે અને ઓડિયન્સને એન્ટરટેન કરશે. સલમાને પોતાના ફેન્સ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રો અનુસાર, મુંબઇ ઉપરાંત 9 શહેરોમાં પણ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેમા ચેન્નઇ, બેન્ગાલુરુ, હૈદરાબાદ, દિલ્હી, જયપુર, કોલકાતા, અમદાવાદ, લખનઉ અને ઇન્દોર સામેલ છે. ઇવેન્ટ પર સલમાન ખાન પણ હાજર રહેશે અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના ફેન્સ સાથે વાત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોંધનીય છે કે, ફિલ્મમાં ચૂલબુલ પાન્ડેના યુવા કેરેક્ટરને બતાવાશે. એ માટે સલમાને જિમમાં ખુબ જ મહેનત કરી પોતાનું વજન ઘટાડ્યું છે. 'દબંગ 3'માં સલમાન ખાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, અરબાજ ખાન, માહી ગિલ, પંકજ ત્રિપાઠી, નવાબ શાહ પણ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.