ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / sakshi say about dhoni

સ્પોર્ટસ / પત્ની સાક્ષીનો રમૂજી ખુલાસો, રાતે ઊંઘમાં પણ ધોની કરે છે આ વાતો

Published By: Ronak

Last Updated: 12:45 PM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ખુલાસો કર્યો છે કે ધોની રાત્રે સૂતી વખતે પણ PUBG અથવા અન્ય કોઈ વીડિયો ગેમ્સ વિશે વાતો કરતા હોય છે.

ADVERTISEMENT

  • મહેન્દ્ર સિંહ ધોનીને વીડિયો ગેમ્સનો મોટો શોખ 
  • દિવસમાં ઘણો સમય વીડિયો ગેમ્સ રમે છે 
  • ઉંઘમાં પણ કરે છે પબ-જીની વાતો 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તેમના વિશે ઘણા રમુજી ખુલાસા કર્યા છે. તેણે  પૂર્વ વિકેટકીપરની રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે. સાક્ષીએ જણાવ્યું  કે, ધોનીને વીડિયો ગેમ્સ રમવાનો ઘણો શોખ છે, એટલું જ નહીં, રાત્રે તે ઊંઘમાં પણ PUBG વિશે વાતો કરે છે. 

વીડીયો ગેમ્સથી ધીનીનો મગજ નથી થતો ડાઈવર્ટ 

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની વાતચીતમાં સાક્ષીએ કહ્યું કે આવી વિડીયો ગેમ્સથી ધોની ક્યારે પણ ઍક્ટિવ મગજને ડિસ્ટર્બ કે ડાઈવર્ટ થવા દેતા નથી. કારણકે પૂર્વ કેપ્ટન પોતે હેડફોનોથી વિડીયો ગેમ્સતો રમે છે સાથેજ તે ગેમ રમતા રમતા પણ અન્ય લોકો સાથે વાતચીત સરળતાતી કરી શકે છે. 

ધોનીનો મગજ સતત રહે છે એક્ટિવ 

સાક્ષી જણાવ્યું હતું કે, માહીનું મગજ હંમેશા એક્ટિવ રહે છે. તેને આરામ નથી મળતો. માટે જ્યારે તે કોલ ઑફ ડ્યૂટી અથવા PUBG રમે , ત્યારે વિડીયો ગેમ્સથી  તેનું ધ્યાન બીજે ક્યાંય કેન્દ્રિત થતું હોય છે. જેથી તેને સાક્ષી એક સારી બાબત માને છે. 

સાક્ષીને વિડીયો ગેમ્સ નથી કરતી ઇરિટેટ 

સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, 'મારો મતલબ છે કે હું વિડીયો ગેમ્સથી ખૂબ ઇરિટેટ નથી થતી. ધોની બેડરૂમમાં પણ PUBG રમે, તો તેનાથી મને કોઈ પ્રોબ્લમ નથી. કેટલીક વાર મને લાગે છે કે તે મારી સાથે વાત કરી રહ્યો છે પરંતુ તે PUBGમાં અન્ય પ્લેયર્સ સાથે વાત કરતો હોય છે. વધુંમાં તેણે એમ પણ કહ્યું કે તે હેડફોન ચાલુ રાખીને વિડીયો ગેમ્સ રમે છે. જોકે સૌથી ચોંકવનારી વાતતો સાક્ષીએ એ કહી કે ધોની ઘણી વખત તે સૂતી વખતે પણ PUBG વિશે વાતો કરતા હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

PUBG Sakshi Dhoni dhoni sports ધોની પબજી સાક્ષી sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ