બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / sakshi malik won gold medal in wrestling in commonwealth games after bajarang punia india won total 8 gold

CWG 2022 / રેસલિંગમાં ભારતીયોનો દબદબો યથાવત! કોમનવેલ્થ ગેમ્સમાં બજરંગ પુનિયા બાદ સાક્ષી મલિકે જીત્યો ગોલ્ડ મેડલ

Published By: Mayur

Last Updated: 11:35 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Commonwealth Games 2022 માં ભારતની સાક્ષી મલિકે મહિલા રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પુનિયા બાદ આ ભારતનો આઠમો ગોલ્ડ મેડલ છે.

  • ભારતનો કુશ્તીમાં દબદબો યથાવત 
  • કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેડલ 
  • બજરંગ પુનિયા બાદ સાક્ષી મલિકે પણ જીત્યો ગોલ્ડ મેડલ 

સાક્ષી મલિકે જીત્યો ગોલ્ડ 

ભારતની સાક્ષી મલિકે મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં કેનેડાની અના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પૂનીયાનાં ગોલ્ડ બાદ આ ભારત માટે આઠમો ગોલ્ડ મેડલ હતો

અગાઉ ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોના 62 કિલોગ્રામ ભારવર્ગમાં શુક્રવારના રોજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બજરંગે ફાઈનલમાં કેનેડાના લાચનાલ મેક્નિલને 9-2થી માત આપીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. 

સેમિફાઇનલમાં ભારે લીડથી સાક્ષી મલિક પણ પોતાની મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે સાક્ષી મલિકે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણીએ 62 કિગ્રા વર્ગની સેમી ફાઇનલમાં કેમરૂનની બર્થ એમિલીનને 10-0થી હરાવી હતી. આ રીતે ભારતીય કુસ્તીબાજોએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 4 મેડલ કન્ફર્મ કર્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CWG 2022 commonwealth games 2022 sakshi malik sakshi malik gold medal સાક્ષી માલિક Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ