બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Saif Ali Khan and Kareena Kapoor Khan Wedding Anniversary Couple was About to Run Away from Home
ADVERTISEMENT
બોલિવૂડના આ પાવર કપલની એનિવર્સિરી પર આજે અમે તમને બંનેના લગ્ન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા જણાવવા જઈ રહ્યાં છે.
ADVERTISEMENT
કેવી રીતે થયો પ્રેમ?
ADVERTISEMENT
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન એકબીજાને પહેલાંથી જ જાણતા હતા પરંતુ બંનેનો પ્રેમ ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમિયાન પરવાન ચઢ્યો હતો. આ ફિલ્મ માટે કરીનાએ ઝીરો ફિગર મેન્ટેન કર્યું હતું અને સૈફએ ખૂબ મસ્કુલર બોડી બનાવી હતી. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને ધીરે-ધીરે આ બંને પ્રેમમાં પડ્યા.
ADVERTISEMENT
ઘરેથી ભાગવાનું પ્લાનિંગ હતું
ADVERTISEMENT
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ભલે સેલેબ્રિટી છે પરંતુ ઇન્ટર રિલીજિયન વેડિંગને લઇને બંનેના મનમાં ઘણાં સવાલ હતા. તેમને પણ શંકા હતી કે તેમનો પરિવાર રાજી થશે કે નહીં. વોગ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું કે, 'અમે અમારી પોતાની ફેમિલીને ધમકી આપી હતી કે જો અમારા લગ્ન મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા તો અમે ઘરેથી ભાગી જઈશું.
પ્રાઇવેસીને લઇને હતી ચિંતા
ADVERTISEMENT
કરીના કપૂર ખાનએ વર્ષ 2013માં થયેલા આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકો તેમની અંગત જીંદગી સાથે જોડાયેલી તમામ નાની નાની જાણકારી ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે તે પોતાની પ્રાઇવેસીને લઇને ખૂબ જ પરેશાન થઇ ગઇ હતી. કરીનાએ કહ્યું, 'અમે કોર્ટ મેરેજ કર્યા અને પછી ધાબા પર આવીને મીડિયાને હેલો કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.