ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ધન રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ, જાણો વિક્રમ સંવત 2082નું વાર્ષિક રાશિફળ
Last Updated: 03:04 AM, 22 October 2025
ADVERTISEMENT
દિવાળીથી માત્ર નવા કેલેન્ડર વર્ષનું નહીં, પરંતુ મહાલક્ષ્મી વર્ષનું પણ આરંભ માનવામાં આવે છે. દેશના અનેક ભાગોમાં વેપારીઓ દિવાળીથી નવા વર્ષના હિસાબી ખાતાં શરૂ કરે છે અને માતા લક્ષ્મી-ગણપતિજીની પૂજા સાથે નવા કારોબારી વર્ષની શરૂઆત કરે છે. આ વખતનું મહાલક્ષ્મી વર્ષ 2025–26, જે આ દિવાળીથી શરૂ થઈને આગામી દિવાળી સુધી રહેશે, તે દરમિયાન ગ્રહોની સ્થિતિમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષ તમામ રાશિઓ માટે નવા અવસર અને કેટલીક પડકારસભર પરિસ્થિતિઓ લાવશે.
ADVERTISEMENT
આ મહાલક્ષ્મી વર્ષના આરંભે ધનુ રાશિના સ્વામી ગુરુ કર્ક રાશિમાં ગતિમાન છે. આ તાંબડાચરણવાળા અષ્ઠમ ગુરુ ખર્ચ અને પ્રતિષ્ઠા બંનેમાં હલચલ લાવશે. 4 ડિસેમ્બરે ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં જશે, ત્યારે સાતમા ભાવમાં સ્વર્ણચરણ ગુરુ સાથીદારોના સહયોગથી ધનની વૃદ્ધિ લાવશે. 1 જૂન 2026 ગુરુ કર્કમાં પ્રવેશ કરશે, જ્યાં લોહચરણના અષ્ઠમ ગુરુ થોડી આર્થિક પીડા પહોંચાડશે. હાલાંકે 31 ઑક્ટોબર 2026 ગુરુ સિંહમાં પ્રવેશ કરશે ત્યારે નવમ ગુરુ ધનપ્રાપ્તિના નવા દ્વાર ખોલશે.
ADVERTISEMENT
શનિ મીન રાશિમાં ચોથા ભાવમાં રહેશે જે વિવાદીઓને શાંત કરશે, પરંતુ ક્યારેક તણાવ પણ લાવી શકે છે. રાહુ અને કેતુના પરિવર્તનોથી નિર્ણયોમાં ભ્રમ સર્જાઈ શકે છે, તેથી વિચારપૂર્વક પગલાં લેવાની જરૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લાંબા ગાળાના રોકાણ ફાયદાકારક સાબિત થશે. પરિવારની મિલકત અથવા વારસામાંથી પણ લાભ મળવાની સંભાવના છે. પરંતુ અતિ જોખમી યોજનાઓથી દૂર રહેવું યોગ્ય રહેશે.
ADVERTISEMENT
લક્ષ્મી મંત્ર: “ॐ विष्णुप्रियायै नमो नमः”
ADVERTISEMENT
ગુરુ મંત્ર: “ॐ ऐं श्रीं बृहस्पतये नमः”
આ મહાલક્ષ્મી વર્ષ આશા અને પરીક્ષાઓનું સંમિશ્રણ સાબિત થવાનું છે. મહેનત અને સંયમ રાખનાર વ્યક્તિને માતા લક્ષ્મી જરૂર કૃપા કરશે. દિવાળીના પ્રકાશ સાથે ધનની નહીં, પણ વિશ્વાસ અને પ્રગતિની દિપાવલી ઉજવવાની તક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો