ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar daughter Sara Tendulkar posted funny video people started remembering Shubman Gill relationship love affair
ADVERTISEMENT
ADVERTISEMENT
સારાનો યુવા ઓપનર શુભમન ગિલ સાથે અફેરની ચર્ચાઓ છે, પરંતુ બંનેએ આ અંગે ઇન્કાર કર્યો છે. સારા આ દિવસોમાં મુંબઈમાં છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
સારાએ શુક્રવારે (11 જૂન) સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. આમાં તે જુદા જુદા મૂડમાં જોવા મળી રહી છે. સારાએ ક્રીમ કલરનું ઓવરસાઈઝ્ડ સ્વેટશર્ટ પહેર્યું છે. આ સિવાય તેણે ચશ્મા પણ પહેર્યા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સારાએ જુદા જુદા 10 ઇમોજી કેપ્શનમાં પોસ્ટ કર્યા છે. તેનો આ વીડિયો જોયા પછી લોકો શુભમન ગિલને યાદ કરવા લાગ્યા. તેઓ કમેન્ટ બોક્સમાં શુભમનને ટેગ કરવા લાગ્યા.
ADVERTISEMENT
સારાના કમેન્ટ બોક્સમાં એક યુઝરે શુભમેનને કહ્યું કે જો તમે આ કમેન્ટ જોઈ રહ્યા છો તો ઇંગ્લેન્ડમાં સારું પર્ફોર્મ કરજો. આ સિવાય એક યુઝરે સારાને ટેગ કરી અને તેને પૂછ્યું કે શુભમન ગિલ વિશે તમે શું વિચારો છો. સારાના ફેનને તેનો આ વીડિયો ખૂબ ગમ્યો. કેપ્શનનો ઉલ્લેખ કરતાં તેણે લખ્યું- કેપ્શન મસ્ત છે. તમારા એક્સપ્રેશનની જેમ.
શુભમેને હાલમાં જ તેના સંબંધો વિશે મૌન તોડ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબ સેશન દરમિયાન તેણે તેના સંબંધના સમાચારો પરથી પડદો ઉઠાવ્યો હતો. સવાલ-જવાબ સેશન દરમિયાન એક ચાહકે શુભમન ગિલને પૂછ્યું, 'શું તમે હજી પણ સિંગલ છો?' જેના જવાબમાં શુભમન ગિલે કહ્યું, 'ઓહ હા! હું સિંગલ છું મારી ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી.
સંકળાયેલા મુદ્દાઓ