ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Sabarkanth girl heli prajapati 200 years calendar remeber gujarat

ટેલેન્ટ / 200 વર્ષમાં કોઈ પણ તારીખ પૂછો આ સાબરકાંઠાની યુવતીને, 20 સેકન્ડમાં કહી દેશે કયો છે વાર

Published By: Hiren

Last Updated: 10:30 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા જિલ્લાની 20 વર્ષીય યુવતીએ એક અનોખી સિદ્ધી હાંસલ કરી છે. આ યુવતીને 200 વર્ષનું કેલેન્ડર મોઢે છે. 200 વરસના કેલેન્ડરમાં તમે કોઈ પણ મહિનાની તારીખ બોલો તો 20 સેકન્ડમાં તે તારીખે ક્યો વાર હતો તે બતાવી દે છે. તે અનેક મેડલ હાંસલ કરી ચુકી છે.

ADVERTISEMENT

  • 1800ના વર્ષથી 2020 વર્ષ સુધીના કેલેન્ડર યાદ
  • માત્ર 20 સેકન્ડમાં તેનો વાર કહી દે
  • દાદાએ મારા પિતાને શીખવાડ્યું, મારા પિતાએ મને
  • મિત્રોને શીખડાવી રહી છે કે કઈ રીતે કેલેન્ડર યાદ રાખવું

સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામમાં પ્રજાપતિ સમાજની એક દીકરી હેલી પ્રજાપતિ છે. તે હાલ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ હેલીને 200 વર્ષનું કેલેન્ડર મોઢે છે. VTV ન્યૂઝ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેના દાદાને આ મહારથ હાંસલ હતી. દાદાએ મારા પિતાને શીખવાડ્યું, મારા પિતાજી હાલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

હેલીના પિતાજીના કહેવા મુજબ હેલી જ્યારે 9 વરસની હતી અને ધોરણ 5માં અભ્યાસ કરતી હતી ત્યારે સૌ પ્રથમ તેને એક કેલેન્ડર યાદ કરવા આપેલું જે તેણે મિનિટોમાં યાદ કર્યું હતું. ત્યાર બાદ ધીરેધીરે 200 વરસનું કેલેન્ડર યાદ કરી લીધું છે. આજે 1800ના વર્ષથી 2020 વર્ષ સુધીના કેલેન્ડરની કોઈ પણ મહિનાની તારીખ તેને પૂછો તો માત્ર 20 સેકન્ડમાં તેનો વાર કહી દે છે.

હેલી કેટલાય મેડલ જીતી ચુકી છે. હજુ આગળ જવાની ઈચ્છા ધરાવે છે. હેલી યોગ્ય પ્લેટફોર્મની રાહ જોઈ રહી છે. હેલીએ 2020નું કેલેન્ડર પણ બનાવી દીધું છે અને મિત્રોને શીખડાવી રહી છે કે કઈ રીતે કેલેન્ડર યાદ રાખવું.

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkanth calendar talent ગુજરાત સાબરકાંઠા સિદ્ધી talent

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ