ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Russia's attack on Ukraine kills 300

Russia Ukraine Crisis / યુક્રેનનો દાવો: રશિયાએ જે હુમલો કર્યો તેમા 300 લોકોના મોત, સૈન્ય ઢાંચાઓ પણ વેર વિખેર

Published By: Ronak

Last Updated: 10:59 AM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયા દ્વારા તેમના દેશમા જે હુમલો કરવામાં આવ્યો તે હુમલામાં 300 લોકોના મોત થયા છે. સાથેજ સૈન્ય ઢાંચાઓ પણ વેર વિખેર થઈ ગયા છે.

ADVERTISEMENT

  • રશિયાએ યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો 
  • હુમલામાં યુક્રેનનમા 300 લોકોના મોત 
  • રશિયાએ યુક્રેનના સૈન્ય ઢાંચા પણ તબાહ કર્યા 

રશીયા દ્વારા યુક્રેન પર હુમલો કરી દેવામાં આવ્યો છે જદેના કારણે સમગ્ર વિશ્વમાં હાલ તણાવનો માહોલ છે છે. ત્યારે હુમલા બાદ યુક્રેને મોટો દાવો કર્યો છે. જેમા યુક્રેને કહ્યું કે રશીયાએ જે હુમલાઓ કર્યા તેમા અત્યાર સુધીમાં 300 લોકો માર્યા ગયા છે. સાથેજ તેમના સૈન્ય ઢાંચા પણ તબાહ કરી નાખવામાં આવ્યા છે. 

યુ્ક્રેનની નૌસેનાને મોટું નુકશાન 

યુક્રેનની સેનાએ એ વાતની પુષ્ટી કરી છે કે તેમના દેશની નૌસેનાને મોટું નુકશાન થયું છે. ભારે રોકેટ હુમલાઓને કારણે કીવ અને ખાર્કિવમાં યુક્રેની સૈન્ય કમાંડ પોસ્ટ તબાહ થઈ ગઈ છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિજ્ઞો કુલેબાએ પણ કહ્યું કે પુતિને હવે સંપૂર્ણ રીતે યુક્રેન પર હુમલો કરી કાઢ્યો છે. આ એક આક્રમક યુદ્ધ છે જેથી યુક્રેન તેનો બચવા કરશે અને જીતશે. 

બેલેસ્ટિક મિસાઈલથી હુમલો 

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજધાની કીવ સહીત અલગ અલગ ભાગોમાં બોમ્બ ધડાકાના અવાજો સાથે આ યુદ્ધની શરૂઆત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કીવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કિવ સિવાય ખારકિવ શહેરોમાં પણ બ્લાસ્ટ થયા છે. 

સૈન્ય કાર્યવાહીનું એલાન 

સવારના સમયે Donetskમાં પાંચ ધમાકા થયા હતા. જેમા સવારના સમયે 5 ધડાકાઓ થયા હતા. આ બે જગ્યાઓ છે જ્યા રશિયાએ નવા દેશની માન્યતા આપી છે. આ ધડાકા પણ ત્યારે થયા હતા જ્યા રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીનું એલાન કર્યું હતુ. 

યુક્રેને યુદ્ધ રોકવા કરી માગ 

આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની હાલ બેઠક ચાલું છે. જેમા રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે પુતિને જે સ્પેશિયલ ઓપરેશનનું એલાન કર્યું છે તે યુક્રેનના લોકોને બચાવા માટે કરવામાં આવ્યું છે. જેઓ વર્ષોથી તકલીફમાં છે. અમે યુક્રેનમાં નરસંહાર બંધ કરવા માગીએ છે. બીજી તરફ આ મીટીંગમાં યુક્રેનનું કહેવું છે રશીયાના રાષ્ટ્રપતિ પુતીને જંગનુ એલાન કર્યું છે. જેથી સંસ્થાની જવાબદારી છે કે જંગને રોકવામાં આવે. 

વિશ્વના દેશો પણ ટેન્શનમાં 

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે હવે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આજે મહત્વની ઘોષણા કરી છે. જેમના કારણે મોટા ભાગના દેશોનું ટેન્શન વધી ગયું છે. સાથેજ વિશ્વ પર હવે મોટું સંકટ આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. 

લશ્કરી ઓપરેશનની ઘોષણા 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી કાઢી છે. જેના કારણે હવે અમેરિકા પણ ટૂંક સમયમાં કોઈ એકશન લઈ શકે છે. પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરવાની સાથે યુક્રેનની સૈન્ય ને શસ્ત્રો નીચે મૂકી દેવા માટે કહ્યું છે. જોકે યુક્રેન દ્વારા હજું આ મામલે કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 

વિશ્વ આખું સંકટમાં 

ઉલ્લેખનીય છે કે જો બંને દેશ વચ્ચે યુધ્ધ થશે તો વિશ્વના મોટા ભાગના દેશો પર મોટી આફત આવી શકે છે. યુક્રેનને અમેરિકાનું પુરુ સમર્થન છે. જેથી અમેરિકા પણ યુક્રેનની મદદ કરશે. બીજી તરફ હવે પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી કાઢી છે. જેથી બંન્ને દેશો વચ્ચે આજે તણાવ પુષ્કળ પ્રમાણમાં વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

300 dead 300 લોકોના મોત russia vs ukraine war રશિયા યૂક્રેન વોર Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ