બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Russian President Putin called Prime Minister Narendra Modi and discussed war with Ukraine
Last Updated: 07:06 PM, 30 June 2023
ADVERTISEMENT
ભારતનો દબદબો વિશ્વફલ પર વધી રહ્યો છે, ગઈકાલે જ હજુ રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્ત મને વખાણ કરી તેમણે પીએમ મોદીને રશિયાના ખાસ મિત્ર ગણાવ્યા હતા. ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી અને વાતચીત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતીને પીએમ મોદીને વેગનરની બગાવત અને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ મામલે ચર્ચા કરી હતી. સાથે જ પુતીને પીએમ મોદીની રશિયાના પગલાં વિશે પણ સંપૂર્ણ માહિતી આપી હતી.

ADVERTISEMENT
પુતીને મોદીના વખાણ કરી મહાન મિત્ર ગણાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે આસમાનને આંબી રહી છે. આવી સ્થિતિ વચ્ચે ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે પીએમ મોદીને રશિયાના ખાસ મિત્ર ગણાવી અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટની બે મોઢે પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે પીએમ મોદી થોડા વર્ષો અગાઉ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ લાવ્યા હતા જેની ભારતીય અર્થવ્યવસ્થા પર આવકારદાયક અસર પડી છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને વડાપ્રધાન મોદીને ખાસ મિત્ર ગણાવી વખાણ કર્યા બાદ અમેરિકાથી મોદી પરત આવ્યા છે આ સ્થિતિ વચ્ચે પુતીને મોદીના વખાણ કરી મહાન મિત્ર ગણાવ્યા હતા. અમેરિકાની ચાર દિવસની મુલાકાતે ગયેલા મોદીએ અમેરિકામાં અને કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.