ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
યુક્રેન સાથે યુદ્ધ કર્યા બાદ હવે રશિયાની કરન્સીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રશિયન કરન્સી ડોલરની સરખામણીએ 30 ટકા ટૂંટી ગઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર જે કડક કાયદાઓ લગાવામાં આવ્યા છે. તેની અસર હવે રશિયાની કરન્સી પર જોવા મળી રહી છે.
યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે રશિયા
ADVERTISEMENT
અમેરિકા, કેનેડા, બ્રિટેન, જાપાન અને જર્મની જેવા દેશોએ રશિયા સામે પ્રતિબંધ લગાવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે રશિયા પર આ પ્રતિબંધોનો કોઈ અસર જોવા નથી મળી રહ્યો અને તે સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે.
ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમમાંથી પણ બહાર
ADVERTISEMENT
અમેરિકા બાદ તેના સહયોગી દેશો દ્વારા પણ રશિયા પર કડક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. હવે માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમિર પુતિન જ પ્રતિબંધોના દાયરામાં નથી ઘેરાયા પરંતુ રશિયાની સેન્ટ્રલ બેંક પણ તેનો શિકાર બની છે. ઉપરાંત રશિયાને ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યું છે.
પુતિને પરમાણું હથિયારોને હાઈ એલર્ટ પર કર્યા
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ વાલ્દિમિર પુતિને હવે પરમાણું હથિયારોને પણ હાઈ એલર્ટ પર કરી દીધા છે. જેના કારણે ઈન્વેસ્ટરોમાં પણ હવે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પરિણામે કરન્સી માર્કેટમાં ડૉલર અને યેન જેવી સુરક્ષીત કરન્સીની ડિંમાન્ડ વધી ગઈ છે. જ્યારે રુબલ ડૉલરની સરખામણીએ 20 ટકા પડિને 119 પર આવી ગઈ છે.
ડોલરની સરખામણીએ 0.76 ટકા ઘટાડો નોંધાયો
ADVERTISEMENT
રુબલ સિવાય બીજી ઘણી બધી કરન્સીમાં ઘટાડો નોંધાયો છે. યૂરોમાં પણ આડે ડૉલરની સરખામણીએ 0.76 ટકા ઘટાડો નૌધાયો, જાપાનની કરન્સી યેનમાં 0.73 ટકા, સ્વિસ ફ્રેંકમાં 0.60 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ કરન્સીમાં 0.75 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડની કરન્સીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.
રશિયામાં અફરા તફરીનો માહોલ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોની અસર હવે વિશ્વના દરેક દેશો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રશિયામાં સામાન્ય લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રશિયામાં એટીએમ અને બેંકોની સામે લોકો લાંબી લાઈનો લગાવીને ઉભા છે. તેમને એવો ડર છે કે તેમની બેંકનું કાર્ડ કામ કરવાનું બંધ ન થઈ જાય. જેથી લોકો વધુમાં વધુ કેશ નિકાળી રહ્યા છે. બીજી તરફ કરન્સીની વેલ્યૂ ઘટવાને કારણે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો