બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / rupee hits all time low against dollar here are the pros and cons to indian economy
ADVERTISEMENT
ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો અટકવાનું નામ નથી લેતો. ભારતીય રુપિયામાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર રુપિયો ઓલટાઇમ નીચલા સ્તરે જોવા મળ્યો. અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રુપિયામાં પ્રતિ ડોલરના હિસાબે સર્વાધિક નીચા સ્તર પર આવી ગયો. આજે રુપિયો ખૂલ્યો ત્યારે ભારે ઘટાડા સાથે ખૂલ્યો અને કરન્સી માર્કેટ ખૂલતાની સાથે જ નીચલા સ્તર પર પહોંચી ગયો.
આજે ફરી કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો નબળો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 28 પૈસા ઘટીને રૂ. 77.73ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે.
ADVERTISEMENT
RBI કોઈ પગલાં લેશે કે નહીં?
રૂપિયાના ઘટાડાને રોકવા માટે તમામ આશા RBI પર ટકેલી છે. સવાલ એ ઊભો થાય છે કે શું રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે આરબીઆઈ પગલાં લેશે કે કેમ? કારણ કે જો રૂપિયાને ગગડતો રોકવામાં નહીં આવે તો રૂપિયાના ઘટાડાને કારણે મોંઘવારી વધશે અને લોકોને વધુ ફટકો પડી શકે છે. તેની સીધી અસર ખરીદક્ષમતા પર પડશે કારણ કે આયાત મોંઘી થઈ શકે છે.
ADVERTISEMENT
હજુ પણ રૂપિયામાં સતત ઘટાડો થઈ શકે છે
ઘણા નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો નબળો પડી શકે છે અને ઘટીને 80 રૂપિયા પ્રતિ ડોલર થઈ શકે છે.
અમેરિકામાં વધતી મોંઘવારીને જોતા, જો ફેડરલ રિઝર્વ બેંક વ્યાજ દરો વધારવાનો નિર્ણય કરે , તો ભારત જેવા ઉભરતા બજારોમાંથી રોકાણકારો પૈસા ઉપાડી શકે છે, જેના કારણે રૂપિયો વધુ નબળો પડી શકે છે.
ADVERTISEMENT
ઘટાડાનું શું છે કારણ?
રૂપિયો હાલમાં વૈશ્વિક કારણોની સાથે સાથે સ્થાનિક કારણોને લીધે ઘટી રહ્યો છે. તેની પાછળ માત્ર શેરબજારોમાં ઘટાડો જ જવાબદાર નથી, વ્યાજદરમાં વધારાના ગ્લોબલ ટ્રેન્ડ વચ્ચે વિદેશી ફંડ્સ દ્વારા સતત વેચાવાલીથી પણ રૂપિયા પર દબાણ આવ્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત અને અન્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈના કારણે રૂપિયો સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
રૂપિયો નબળો પડતાં શું ફરક પડશે?
નુકસાન
ADVERTISEMENT
1. ઈંધણ મોંઘું=ફુગાવો વધશે
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ફ્યુઅલ વાપરનારો દેશ છે. જે અપણને 80 ટકા આયાત દ્વારા મળે છે. હવે સરકારી તેલ કંપનીઓ (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ડોલરમાં ચૂકવણી કરીને ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો રૂપિયા સામે ડોલર મોંઘો થશે અને રૂપિયામાં ઘટાડો થશે તો સરકારી ઓઈલ કંપનીઓએ ક્રૂડ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડશે. આનાથી આયાત મોંઘી થશે અને સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલની વધુ કિંમત ચૂકવવી પડશે.
એટલું જ નહીં પણ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે જે ચીજ વસ્તુઓ આપણે વાપરીએ છીએ જેમ કે દૂધ અને શકભાજી એ બધુ મોંઘું થઈ જશે.
2. વિદ્યાર્થીઓને નુક્સાન
ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જેમના માતા-પિતા ફીથી લઈને રહેવાનો તેઓનો ખર્ચ ચૂકવે છે. વિદેશમાં તેમનો અભ્યાસ મોંઘો થશે. કારણ કે વાલીઓએ વધુ પૈસા ચૂકવીને ડોલર ખરીદવા પડશે જેથી તેઓ ફી ભરી શકે. જેના કારણે તેમને દેખીતી રીતે નુકસાન જશે. જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન, વિદેશમાં સ્ટુડન્ટ્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાને કારણે, ડોલરની માંગ દેખીતી રીતે વધે છે. તેથી અગામી સમયમાં મોંઘા ડોલરનો માર વાલીઓએ સહન કરવો પડશે.
3. ખાદ્યતેલ મોંઘું
દેશમાં ખાદ્યતેલ પહેલેથી જ મોંઘું છે, જેની માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. જો ડોલર મોંઘો થશે તો ખાદ્યતેલની આયાત કરવી વધુ મોંઘી થશે. ખાદ્ય તેલની આયાત કરવા માટે વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડશે. જેના કારણે સામાન્ય લોકોને પામતેલ માટે અન્ય ખાદ્યતેલની વધુ કિંમત ચૂકવવી પડશે.
આપણે નુકસાન તો જોઈ લીધા પણ હવે ચાલો જોઈએ કે મજબૂત ડોલર અર્થતંત્રને કેવી રીતે ફાયદો કરે છે
ફાયદો
1. રેમિટન્સ
એટલે કે વિદેશથી આવતા રૂપિયા: મોટી સંખ્યામાં ભારતીયો યુરોપ અથવા ગલ્ફ દેશોમાં કામ કરે છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે જેઓ ડોલરમાં કમાય છે અને પોતાની કમાણી દેશમાં મોકલે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ ધરાવતો દેશ છે. રેમીટન્સીસ એટલે કે એવા રૂપિયા જે વિદેશમાં રહેતા ભારતીયો ડોલર સ્વરૂપે અહીં મોકલે છે.
વર્ષ 2021માં ભારતમાં રેમિટન્સ દ્વારા 87 બિલિયન ડોલર્સ આવ્યા હતા. જે 2022માં વધીને 90 અબજ થવાનો અંદાજ છે. ભારતમાં 20 ટકાથી વધુ રેમિટન્સ અમેરિકાથી આવે છે. જ્યારે ભારતીયો આ રેમિટન્સ તેમના દેશોમાં ડૉલરના રૂપમાં મોકલે છે, ત્યારે માત્ર વિદેશી હૂંડિયામણ ભંડારમાં વધારો થતો નથી, પણ સાથે સાથે જ આ નાણાંમાંથી સરકારને તેની યોજનાઓ ચલાવવા માટે પણ નાણાં મળે છે. અને જે લોકો રેમિટન્સ મોકલે છે, તેઓ તેમના દેશમાં ડોલરની સામે એકસેન્જથી વધારે રૂપિયા મળે છે.
2. આઈટી ઈન્ડસ્ટ્રી - દેશના IT service ઈન્ડસ્ટ્રી સેક્ટરને ડોલરની મજબૂતીથી મોટો ફાયદો થાય છે. TCS, Infosys, Wipro, Tech Mahindra, HCL જેવી ભારતની સૌથી મોટી IT કંપનીઓ વિદેશમાં IT સેવાઓ પૂરી પાડવાથી સૌથી વધુ કમાણી કરે છે. મહત્વનું ચે કે આ કંપનીઓને ડોલરમાં ચૂકવણી કરવામાં આવે છે.
જ્યારે આ સ્વદેશી આઈટી કંપનીઓ તેમના દેશની કમાણી ડોલરમાં લાવે છે, ત્યારે તેમને રૂપિયાસામે ડૉલરની મજબૂતાઈનો જબરદસ્ત ફાયદો થાય છે.
3. નિકાસકારોને ફાયદો
નિકાસકારોને ડૉલરની મજબૂતીનો મોટો ફાયદો મળે છે. જ્યારે નિકાસકારો અન્ય દેશોને ઉત્પાદન વેચે છે, ત્યારે તેમને ડોલરના રૂપમાં ચૂકવણી કરવામાં આવે છે. મજબૂત ડોલરનો અર્થ એ છે કે તેઓને તેમના ઉત્પાદનો માટે ઊંચા ભાવ મળશે. આત્મનિર્ભર ભારત હેઠળ ઘણી કંપનીઓ હવે દેશમાં જ ઉત્પાદન અને નિકાસ કરી રહી છે જેથી તેઓને
4. વિદેશી પ્રવાસીઓ વધુ આવશે = પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન મળશે
ભલે મોંઘા ડોલરના કારણે ભારતીયોને વિદેશ પ્રવાસ કરવો મોંઘો પડી જાય એ વાત સાચી. પરંતુ ભારત આવવા માંગતા વિદેશી પ્રવાસીઓ માટે તો એના કારણે રાહત છે. રૂપિયયો નબળો પડવાના કારણે તેમને વધુ સેવાઓ મળશે. એના કારણે તેઓના ટૂર પેકેજ સસ્તા થશે. અને દેશમાં સસ્તા ટૂર પેકેજના કારણે વિદેશી પ્રવાસીઓ વધુ આવશે. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન મળશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.