બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Rucha chadha and Ali fazal got married shared pictures that went viral

શાદીમુબારક / અઢી વર્ષથી લગ્નસંબંધમાં છીએ: નિકાહની લેટેસ્ટ તસવીરો શેર કરી ઋચા ચઢ્ઢા-અલી ફઝલે કર્યો મોટો ખુલાસો

Published By: Vaidehi

Last Updated: 06:02 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ છેવટે રૂચા ચઢ્ઢા અને અલી ફઝલ હંમેશા માટે એકબીજાના થઇ ચૂક્યાં છે. આ કપલે પોતાના નિકાહના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેમાં લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે

  • બોલિવુડ ફેમસ કપલનાં થયાં નિકાહ
  • અઢી વર્ષ પહેલા લગ્ન કરી ચૂક્યા છે ઋચા અને ફઝલ
  • સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

નવી દિલ્હી: બોલિવુડ ફેમસ કપલ રૂચા ચઢ્ઢા અને અલી ફઝલે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં નિકાહ કર્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી છે. થોડાં દિવસ પહેલાં આ કપલનો પ્રી-વેડિંગ ફંક્શન થયેલ હતો. જેમાં હલ્દી, મહેન્દી , સંગીત જેવા કાર્યક્રમ યોજ્યા હતાં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ali fazal (@alifazal9)

2.5 વર્ષ પહેલાં જ કર્યાં હતાં કોર્ટ મેરેજ
દિલ્લીમાં નવાબી અંદાજમાં ગુરુવારે રૂચા ચઢ્ઢા અને અલી ફઝલે નિકાહ કર્યાં છે પણ આપણામાંથી ઘણાં ઓછાં લોકો જાણે છે કે આ કપલે 2.5 વર્ષ પહેલાં જ કોર્ટ મેરેજ કરી લીધાં હતા. આ કપલ એપ્રિલ 2020માં લગ્ન કરવાનાં હતાં પણ કોરોના લોકડાઉનને લીધે આ લગ્ન પોસ્ટપોન થયાં. પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂચા અને ફઝલે લોકડાઉનમાં જ કોર્ટ મેરેજ કર્યાં હતાં.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ali fazal (@alifazal9)

2021માં જ્યારે ફરી ધૂમધામથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કોરોનાની બીજી લહેર આવી પહોંચી. હવે આ સમયે રૂચા અને અલી તરફથી ઑફશિયલ સ્ટેટમેન્ટ આવી ચૂક્યું છે કે તેઓએ 2.5 વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવી લીધાં છે.

નિકાહની તસવીરોમાં કપલ લાગે છે મનમોહક
નવાબી નિકાહ કર્યા બાદ ફેમસ કપલે પોતાના નિકાહની તસવીરો શેર કરી છે જેમાં રૂચા અને ફઝલ ઑફ વાઇટ આઉટફીટમાં લોકોનાં મન મોહી રહ્યાં છે. ઑફ વાઇટ શરારા ડ્રેસમાં રૂચાએ ગ્રીન કલરની કુંદનવાળી જ્વેલેરી પહેરી છે જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. આ એક્ટરે પૉસ્ટના કેપ્શનમાં લખ્યું કે "એક દૌર હમ ભી હૈ...એક સિલસિલા તુમ ભી હો."

સંકળાયેલા મુદ્દાઓ

Wedding ali-richa bollywood celebrities નિકાહ બોલિવુડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ