બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rohit Shetty threatens to cut Ranveer Singhs role in film Sooryavanshi

બોલિવૂડ / રોહિત શેટ્ટીએ ફિલ્મ 'સૂર્યવંશી'માં રણવીર સિંહનો રોલ કાપી નાંખવાની આપી ધમકી, જાણો શું છે મામલો

Published By: Noor

Last Updated: 08:50 AM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર્શકોને રણવીર સિંહનો શો 'ધ બિગ પિક્ચર' પસંદ આવી રહ્યો છે. આ શોમાં સામાન્યથી લઈને ખાસ લોકો જોવા મળ્યા છે. તો હવે રોહિત શેટ્ટી આ સપ્તાહના અંતમાં શોમાં જોવા મળશે.

  • રોહિત શેટ્ટી પહોંચ્યો રણવીર સિંહના શોમાં
  • દર્શકોને રણવીર સિંહનો શો 'ધ બિગ પિક્ચર' પસંદ આવી રહ્યો છે
  • રોહિત શેટ્ટી આ સપ્તાહના અંતમાં શોમાં જોવા મળશે

રોહિત શેટ્ટી 'ધ બિગ પિક્ચર'ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. રણવીર સિંહ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોમાં ફિલ્મ નિર્માતા તેમની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'નું પ્રમોશન કરતા જોવા મળશે, જેમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રણવીરનો કેમિયો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

કલર્સે ઈન્સ્ટાગ્રામ પર 'ધ બિગ પિક્ચર'નો પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રોહિત શેટ્ટી એક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે રણવીરને કહ્યું કે જો તે સવાલનો સાચો જવાબ નહીં આપે તો તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી જશે.

રોહિતે સ્ક્રીન પરના સવાલોને જોઈને રણવીરને કહ્યું, 'યાર આ જવાબ ન આવડ્યો  તે ખૂબ જ અપમાન થશે.' રણવીરે હસીને કહ્યું, 'હા, તે અપમાન હશે, તેથી તમારે સાચો જવાબ આપવો પડશે. જેના પર રોહિત કહે છે કે તૂ મારા પર પ્રેશર નાંખી રહ્યો છે. 

દિગ્દર્શક રોહિત શેટ્ટીએ રણવીરને સપોર્ટ માટે પૂછ્યું, 'શું તૂ મદદ મારી મદદ નહીં કરે?' જેના પર અભિનેતાએ મદદ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આવું કરવાની તેને પરમિશન નથી. રોહિતે ફરીથી સંકેત આપતા કહ્યું કે જો રણવીર તેની મદદ નહીં કરે તો તે 'સૂર્યવંશી'માંથી તેનો રોલ કાપી નાખશે. તે કહે છે, ફિલ્મ હજી રિલીઝ નથી થઈ. રણવીર તેને શાંત થવા કહે છે અને આવું ન કરવાનું કહે છે.

પ્રોમોમાં એ પણ ખુલાસો થયો કે 'સૂર્યવંશી'ની પોલીસ થીમને ધ્યાનમાં રાખીને, દર્શકોમાં ઘણા પોલીસકર્મીઓ બેઠા હતા. રોહિતે અગાઉ પોલીસ પર આધારિત ત્રણ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેણે અજય સાથે 'સિંઘમ' (2011) અને 'સિંઘમ રિટર્ન્સ' (2014) બનાવી હતી. તેણે રણવીર સાથે ફરીથી 'સિમ્બા' બનાવી. 'સૂર્યવંશી' તેની ચોથી ફિલ્મ છે, જે અક્ષયને નવા કોપ તરીકે રજૂ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ranveer singh Rohit Shetty threaten Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ