ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma’s long walk back to the pavilion after MI’s loss against CSK
ADVERTISEMENT
ગઈ કાલે ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડીયન્સના ખેલાડી રોહિત શર્માએ 63 બોલમાં 105 રન બનાવ્યાં હતા. આટલા મોટા રન કરવાં છતાં પણ તેની ટીમને 20 રનથી હાર વેઠવાનો વારો આવ્યો અને આ વાતનું દુખ રોહિતને ખૂબ લાગ્યું હતું. મેચ બાદ જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સના ખેલાડીઓ એકબીજાનું અભિવાદન કરી રહ્યાં હતા ત્યારે રોહિતે ચુપચાપ ચાલતી પકડી.
ADVERTISEMENT
@ImDrago45 pic.twitter.com/1mLrPoZqPO
— Rohit is the GOAT🐐 (@dranzertweets) April 15, 2024
ADVERTISEMENT
ખેલાડીઓના અભિવાદનમાંથી ભારે પગે ચાલતી પકડી
રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 63 બોલમાં 105 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતના બેટમાંથી 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા નીકળ્યા હતા. આઇપીએલ 2024માં આ તેની પ્રથમ સદી હતી, પરંતુ રોહિતે આ સદીની ઉજવણી કરી નહતી. રોહિતની આ વિસ્ફોટક સદી પણ એળે ગઈ હતી કારણ કે તેની ટીમ 20 રનથી મેચ હારી ગઈ હતી. મેચ બાદ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહી હતી ત્યારે રોહિત ચૂપચાપ માથું ઝુકાવીને કિનારેથી નીકળી ગયો હતો. રોહિતનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. સ્ટેડિયમમાં હાજર કોઈ ક્રિકેટ ચાહકે વીડિયો શૂટ કર્યો હતો. રોહિત શર્માના ચહેરા અને બોડી લેંગ્વેજ બંનેમાં હારની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે.
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડીયન્સ ચોથી મેચ હારી
આઇપીએલ 2024માં છ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની આ ચોથી હાર હતી. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ માત્ર બે જ મેચ જીતી શકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો અને સતત આક્રમણ કરતો રહ્યો હતો, પરંતુ તેને બીજા છેડેથી કોઈ બેટ્સમેનનો ખાસ સાથ મળ્યો નહતો અને આ જ કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 રનથી હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 43 રન આપ્યા હતા, જ્યારે બે વિકેટ ઝડપી હતી. સાથે જ તે બેટિંગમાં છ બોલમાં માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ