ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit injured during net practice before bangladesh t 20 series

IND vs BAN / બાંગ્લાદેશ સામેની મૅચ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યાં ખરાબ સમાચાર

Published By: Parth

Last Updated: 08:31 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવવામાં આવ્યો છે પરંતુ હવે ઈજાએ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. નેટ પ્રેક્ટીસ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા હતા, જે બાદ તેઓ મેચ છોડીને જતા રહ્યા હતા.

ADVERTISEMENT

  • ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાશે T 20 સીરીઝ 
  • વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા કેપ્ટન 
  • ટીમ ઇન્ડિયાએ કરી પ્રેક્ટીસ 

નેટ પ્રેક્ટીસ દરમિયાન ઈજા 

ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી T 20 સીરીઝ પહેલા ઈજાગ્રસ્ત થઇ ગયા છે. નેટ પ્રેક્ટીસ દરમિયાન રોહિત શર્માની ડાબી જાંઘ પર બોલ વાગતા તેમણે નેટ પ્રેક્ટીસ છોડીને જતા રહેવું પડ્યું હતું. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટી 20 સીરીઝમાં ભારતની આગેવાની કરશે. રોહિત શર્મા નેટ પ્રેક્ટીસ કરી રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી. અમુક થ્રો ડાઉન બાદ જ બોલ વાગતા રોહિત શર્માને ઈજા પહોચી હતી. જે બાદ તરત જ તેઓ નેટ પ્રેક્ટીસ છોડીને જતા રહ્યા હતા. થ્રો ડાઉન બોલ ખુબ જ સ્પીડમાં રોહિત તરફ આવી હતી. 

મુસ્તફીઝુરનો સામનો કરવા અલગથી પ્રેક્ટીસ 

ભારતીય ટીમ દ્વારા ડાબા હાથના વિશેષ થ્રોડાઉન વિશેષજ્ઞને રાખવામાં આવ્યો છે.જેથી ખેલાડીઓ ફાસ્ટ બોલર મુસ્તફીઝુરનો સામનો કરી શકે. સામાન્ય રીતે દરેક બેટ્સમેન મેચ રમતાં પહેલા નેટ પ્રેક્ટીસ કરતા હોય છે જેથી તેઓ એક લય પ્રાપ્ત કરી શકે.ખબર છે કે રોહિત શર્મા સારવાર લઇ રહ્યા છે અને તેમણે નેટ પ્રેક્ટીસમાં ભાગ નથી લીધો. 

સંજુ સૈમસનની ટીમમાં વાપસી 

બીજીબાજુ લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં પરત આવેલા યુવા વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સૈમસને વિકેટકીપિંગ સિવાય અન્ય ખેલાડીઓ સાથે ફિલ્ડીંગની પ્રેક્ટીસ કરતા નજરે ચડ્યા હતા. વિકેટકીપિંગ માટે પહેલી પસંદ રિષભ પંત છે અને બધાની નજર મુંબઈના ઓલ રાઉન્ડર શિવમ દુબે પર પણ હતી જે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian cricket team Rohit Sharma T 20 Virat Kohli india vs Bangladesh IND vs BAN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ