બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Robbers opened fire in Haldaru village in Surat

રોષ / મોબાઈલની ચોરીમાં ફાયરિંગ અને ફ્લેટમાં 10 ધાડપાડુઓની ગેંગ...: બે ઘટનાઑથી હચમચી ગયું સુરત

Kishor

Last Updated: 11:22 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં હલદરૂ ગામની સીમમાં લૂંટ અને ગ્રીન સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે.

  • સુરતમાં હલદરૂ ગામની સીમમાં લૂંટારૂઓએ કર્યું ફાયરિંગ
  • ફાયરિંગ કરી એક યુવક પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર 
  • રામેસ્વર ગ્રીન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

એક સમયના શાંત શહેર સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોલીસનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો બેફામ બનીને ક્રાઇમ કરી રહ્યા છે. જે ને પગલે પોલીસની કામગીરી સામેં પણ સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિ વચ્ચે સુરતના હલદરૂ ગામની સીમમાં લૂંટારૂઓએ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે તો સુરતની રામેસ્વર ગ્રીન સોસાયટીમાં એક સાથે 10 કરતા વધુ તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે.

મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર 

સુરતના હલદરૂ ગામની સીમમાં બેફામ બનેલા લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરી એક યુવક પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી છૂટયા હતા. બીજી બાજુ સ્થાનિક યુવાનોને લૂંટારૂ અંગે જાણ થતાં તેને અટકાવી વિરોધ કર્યો હતો. જેને લઈને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ફાયરિંગને લઈને એક યુવકના હાથમાં ગોળી વાગતા ગંભીર ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવકને સુરત સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.જે અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યા આજુબાજુના સીસીટીવી તપાસી કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રીન સોસાયટી 10 કરતા વધુ તસ્કરો ત્રાટક્યા

અન્ય એક ઘટના સુરતની રામેસ્વર ગ્રીન સોસાયટીમાં સામે આવી હતી. જ્યા એક સાથે 10 કરતા વધુ તસ્કરો ત્રાટક્યા હતા.મોઢા પર માસ્ક પહેરીને હથિયારો સાથે તસ્કરોનો ટોળું ઘસી આવ્યું હતું. જેમાં પાંચ કરતા વધુ ફ્લેટના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ દરમીયાન તસ્કરોએ એક મહિલા પર હુમલો કરીને ચેઇનની  લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ગાર્ડને છરી બતાવીને ફ્લેટમાં તસ્કરો ઘુસ્યા હતા. જે ફ્લેટમાં ચોરી કરતા આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આથી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ