બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભૂતપૂર્વ બ્રિટિશ નાણા પ્રધાન ઋષિ સુનકની જાહેરાત
બ્રિટનનાં આગામી વડા પ્રધાન બનવા માટે જોરશોરથી સ્પર્ધા કરી રહેલા ભૂતપૂર્વ બ્રિટિશ નાણા પ્રધાન ઋષિ સુનાકે ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે બ્રિટનનાં ઘરો માટે વધતા ખર્ચને પહોંચી વળવા ઊર્જા બિલમાં ઘટાડા સહિતની યોજના તૈયાર કરી હતી.
ADVERTISEMENT
એકતરફ ભારતમાં રેવડી કલ્ચર મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ બ્રિટનમાં મફત સુવિધાઓને પ્રોત્સાહન આપવાની વાત થઈ રહી છે.
ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે
ADVERTISEMENT
ભારતીય મૂળનાં ઋષિ સુનકે ધ ટાઈમ્સમાં લખતાં, કહ્યું હતું કે વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડા સાથે દરેક ઘરને તેમના ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે.
અગાઉઠી જ ઊંચા ઉર્જા બિલને ત્રણ ગણા કરતાં વધુ કરવા માટે બ્રિટન આ વર્ષે તૈયારી કરી રહ્યું છે, ચેરિટિ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ ફટકો હળવો કરવા માટે મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજ શરૂ નહીં કરે તો લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે.
ADVERTISEMENT
લિઝ ટ્રુસની સાથે નેતૃત્વની રેસમાં અંડરડોગ ગણાતા સુનકે જણાવ્યું હતું કે તેમની યોજના તમામ લોકોને આવરી લેશે. પેન્શનર્સ માટે સપોર્ટ, જરૂરિયાતમંદ માટે મદદ અને તમામને મદદ કરવા માટેની આ યોજના હશે.

ADVERTISEMENT
ભૂતપૂર્વ નાણા પ્રધાને જણાવ્યું હતું કે લોકો અને પેન્શનરોના સૌથી સંવેદનશીલ ગ્રુપને વેલ્ફેર સિસ્ટમ દ્વારા તેમના એનર્જી બિલને પહોંચી વળવા માટે નાણાં મળશે.
સુનકે એમ પણ કહ્યું કે તે સરકાર બચત કરવા માટે એક કાર્યક્રમ ચલાવીને આ યોજના માટે ચૂકવણી કરશે. "તેનો અર્થ એ થઈ શકે છે કે આપણે સરકારમાં કેટલીક બાબતોને અટકાવવી પણ પડશે."
ADVERTISEMENT
તેમણે અગાઉ નાણામંત્રી તરીકે રજૂ કરેલા તેલ અને ગેસ ઉત્પાદકોના નફા પર 25% વિન્ડફોલ ટેક્સનો સંદર્ભ આપતા કહ્યું હતું કે "એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં, એવી પણ શક્યતા છે કે સરકાર મેં રજૂ કરેલ એનર્જી પ્રોફિટ વધુ આવક વધારશે,"

સુનકના હરીફ, વિદેશ મંત્રી ટ્રસ, અત્યાર સુધી કહી ચૂક્યા છે કે તે એનર્જી સપોર્ટ દ્વારા મદદ કરવાને બદલે ઘરો માટે ટેક્સ કટની તરફેણ કરે છે.
ગરીબો કરતાં વધારે અમીરોને ફાયદો
ટ્રુસે બુધવારે એમ પણ કહ્યું હતું કે જો તે પીએમ બનશે તો તે ઉર્જા કંપનીઓ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે કામ કરશે. ટીકાકારોનું કહેવું છે કે ટેક્સમાં ઘટાડો એ ગરીબો કરતાં સૌથી ધનિકોની તરફેણમાં વધારે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.