ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Rishi shethia nobat handla garbi Bhuj
ADVERTISEMENT
ADVERTISEMENT
ભુજમાં અર્વાચીન નવરાત્રીની સાથે પ્રાચીન પરંપરા મુજબ પણ મા આદ્યશક્તિની આરાધના થાય છે. અર્વાચીન નવરાત્રીમાં ફિલ્મી ગીતોના તાલે ખેલૈયાઓ ઝુમે છે તો પ્રાચીન ગરબીમાં ભક્તિભાવ સાથે પારંપારિક રીતે નવરાત્રીની ઉજવણી થાય છે.

ADVERTISEMENT
ખેલૈયાઓને તાન ચડાવતું મુખ્ય વાદ્ય છે નોબત
પારંપારિક ગરબીમાં ખેલૈયાઓને તાન ચડાવતું મુખ્ય વાદ્ય છે નોબત. જો કે આજે આ વાદ્ય વગાડનારાઓની સંખ્યા ઘટી રહી છે. લોકો આજે ઓર્કેસ્ટ્રાના ઘોંઘાટમાં પ્રાચીન વાદ્યો ભૂલી રહ્યા છે. તેવી સ્થિતિમાં માત્ર આઠ વર્ષનો બાળક અઘરૂં મનાતું આ વાદ્ય વગાડીને ખેલૈયાઓને થિરકવા માટે મજબૂર કરે છે.
ADVERTISEMENT

કચ્છની પ્રાચીન ગરબીઓમાં મુખ્ય ગરબી છે હાંડલા ગરબી
ADVERTISEMENT
અહીં પરંપરા, સંસ્કાર, ભક્તિ અને રાસ-ગરબાનો સુભગ સમન્વય જોવા મળે છે. ભુજની એરફોર્સ સ્કૂલમાં ધો. 4માં ભણતો રિશી કશ્યપભાઇ શેઠિયા નામનો આ બાળક નાનપણથી જ વાદ્યોમાં રૂચી ધરાવે છે. છેલ્લા બે વર્ષથી તે શાળાકીય સ્પર્ધાઓમાં લોકવાદ્ય વિભાગમાં વિજેતા બને છે પરંતુ આટલો નાનો બાળક નવરાત્રી દરમિયાન નોબત વગાડીને ખેલૈયાઓ થિરકવા મજબૂર કરે છે, તે પહેલા તો માની ન શકાય તેવી વાત છે.

ADVERTISEMENT
રિશીને પ્રથમ વખત ભુજની પ્રખ્યાત હાંડલા ગરબીમાં નોબત વગાડવાની તક મળી
આ વર્ષે તેને પ્રથમ વખત ભુજની પ્રખ્યાત એવી હાંડલા ગરબીમાં નોબત વગાડવાની તક મળી છે. તેની કલા જોઇને, સાંભળીને ભલભલા ઉસ્તાદ પણ દંગ રહી જાય છે. આ બાળકે વોકળા ફળિયાની ગરબીમાં તલતભાઇ તારવાણીને નોબત વગાડતા જોયા હતા. તેમની પાસેથી તેણે માર્ગદર્શન મેળવ્યું હતું.
ADVERTISEMENT
રિશીને નોબતનો લગાવ તો કુદરતી છે
રિશી ક્લાસીસમાં જઇને ડ્રમ વગાડવાની તાલીમ પણ લીધી છે. અત્યારે તે વિવિધ વાદ્યો પર હથોટી ધરાવે છે. તેના નાના પણ નવરાત્રીમાં વગાડતા હતા. પરંતુ રિશીને નોબતનો લગાવ તો કુદરતી છે. તેના માતા શ્રુતિબેન અને પિતા કશ્યપભાઇ ભવિષ્યમાં તેને ચેન્નઇની એ.આર. રહેમાનની મ્યુઝીક કોલેજમાં તાલીમ અપાવવા ઇચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ