ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ભયંકર એક્સિડન્ટમાંથી વર્ષના અંતે સાજા થયેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને સ્કીપર ઋષભ પંતને મોટો લોસ પડ્યો છે. હકીકતમાં રવિવારની ચેન્નઈ સુપરકિંગ્સની મેચ વખતે સ્લો ઓવર રેટ માટે તેને 12 લાખ દંડ કરવામાં આવ્યો છે. IPL દ્વારા બૂહાર પાડવામાં આવેલા નિવેદનમાં એવું જણાવાયું કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને 31 માર્ચે વિશાખાપટ્ટનમના ડૉ વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Rishabh Pant's wicketkeeping masterclass last night. 💥pic.twitter.com/thUfSGtIPy
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2024
ADVERTISEMENT
બીજા ગુનામાં 24 અને ત્રીજામાં 30 લાખનો દંડ
આ ટીમનો પહેલો ગુનો હતો, જેના કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો 24 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત ટીમના અન્ય સભ્યોને પણ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત આ ભૂલ થઈ તો કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવશે. ટીમના અન્ય સભ્યોને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવશે.
No Rishabh Pant fan will scroll without liking this tweet.pic.twitter.com/oMrzNN4P9g
— anxnd (@slogg_sweep) April 1, 2024
ADVERTISEMENT
દોઢ વર્ષ બાદ ક્રિકેટ રમવાનું શરું કર્યું
ઋષભ પંતનો 30 ડિસેમ્બર 2022માં ઉત્તરાખંડ જતી વેળાએ કારનો ભયાનક એક્સિડન્ટ થયો હતો તેમાં તે માંડ બચ્યો હતો. દોઢ વર્ષની સારવાર બાદ હવે તે સાજો થયો છે અને ક્રિકેટ રમવાનું શરુ કર્યું છે. આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે.
ADVERTISEMENT
MS Dhoni & Rishabh Pant ⭐
— Johns. (@CricCrazyJohns) March 31, 2024
- The brothers of destruction...!!!! pic.twitter.com/4jO8JAIgJs
ADVERTISEMENT
ગુજરાતના કેપ્ટન શુભમન ગીલને પણ દંડ
પંત પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલને પણ સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારાયો હતો. આ દંડ પણ ચેન્નઈ સુપરકિંગ્સની સામે સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે ગીલને હવે આવું ન કરવાની પણ ચેતવણી અપાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ