બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / cricketer rishabh pant move up in icc test rankings career best 11th rank in the batting list
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ની હાલની વર્લ્ડ રેન્કિંગમાં બેટ્સમેનની લિસ્ટમાં રિષભ પંત 11મા સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંતના 715 રેટિંગ પોઇન્ટ છે અને તે 700 ભારતીય આંકડાને પાર કરનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે. ભારતના ભૂતપૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેના કરિયરના શ્રેષ્ઠ રેટિંગ સ્કોર 662 સુધી જ પહોંચ્યો હતો. તેના સિવાય ફારૂક એન્જીનિયરના 619 માર્કસ હતા. ધોનીની શ્રેષ્ઠ રેન્કિંગ 19માં ક્રમે હતી. 1973માં ફારૂક એન્જિનિયર પણ કરિયરના શ્રેષ્ઠ રેંકિંગ17મા ક્રમે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
સતત ચોથી ટેસ્ટ માટે અર્ધસદી ફટકારી
ADVERTISEMENT
પંત ઓસ્ટ્રેલિયન પ્રવાસથી જ જબરદસ્ત ફોર્મમાં છે. સિડની ટેસ્ટમાં પંતે ચોથી ઇનિંગમાં 87 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત આ ટેસ્ટ ડ્રો મેળવવામાં સફળ રહ્યું હતું. આ પછી બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં પંતના અણનમ 89 રનને કારણે ભારત એતિહાસિક વિજય મેળવવામાં સફળ રહ્યું. ઈંગ્લેન્ડ સામે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પંતે 91 રનની ઇનિંગ્સ પણ નોંધાવી હતી. આ પછી તેણે ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 77 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા.
રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શનના કારણે ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને ચેન્નઈની બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામેની ભારતની બીજી ઇનિંગ્સમાં 106 રન બનાવ્યા હતા અને મેચમાં આઠ વિકેટ લીધી હતી. ભારતે આ મેચ 317 રને જીતી હતી. બીજી તરફ, કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોમાં પાંચમા ક્રમે છે. ચેન્નાઇ ટેસ્ટમાં 161 રન બનાવનારો ભારતીય ઓપનર રોહિત શર્મા નવમા સ્થાનથી સીધો 14મા સ્થાને પહોંચી ગયો છે.
ADVERTISEMENT
બોલરોની લિસ્ટદીમાં અશ્વિન 7મા ક્રમે છે
અશ્વિનના ઓલરાઉન્ડરોની યાદીમાં 336 પોઇન્ટ છે. આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝના જેસન હોલ્ડર (407) પોઇન્ટ પર પ્રથમ સ્થાન છે. તે પછી અશ્વિનના સ્પિન સાથી રવિન્દ્ર જાડેજા (403 પોઇન્ટ), ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ (397) અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન (352) છે. બોલરોની યાદીમાં 34 વર્ષનો અશ્વિન 804 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે જસપ્રિત બુમરાહ 761પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. બુમરાહને ચેન્નાઈ ટેસ્ટમાં આરામ અપવામાં આવ્યો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ (908 પોઇન્ટ) ટોચ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.