બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rihanna comes out of semi-retirement for Anant Ambani's Jamnagar bash

જામનગર / 8 વર્ષ બાદ અનંત અંબાણીના લગ્નમાં નાચી રિહાના, આમંત્રણ આવતાં તરત સ્વીકાર્યું, કારણ ખાસ

Hiralal

Last Updated: 06:14 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલિવુડ સિંગર અને પોપ સ્ટાર રિહાનાએ 8 વર્ષ બાદ મુકેશ અંબાણીના પુત્ર અનંતના જામનગરના પ્રે વેડિંગ ફંક્શનમાં નાચી હતી.

જામનગરમાં અનંત-રાધિકાના પ્રે-વેડિંગ ફંક્શનમાં પોપ સિંગર રિહાનાએ તેની કળાના કસબ દેખાડીને લોકોને ડોલાવી દીધાં હતા. રિહાના લગભગ 8 વર્ષ બાદ પર્ફોમ કર્યું હતું અને તે પણ ભારતની ધરતી પર. છેલ્લે 2016માં તેણે પૂર્ણ કક્ષાનો કાર્યક્રમ કર્યો હતો ત્યાર બાદ વચ્ચે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો અને હવે અનંતના પ્રી વેડિંગમાં ધમાકેદાર પર્ફોમ કર્યું હતું. 

રિહાના કેરિબિયન પોપ સિંગર 
રિહાના બારબાડોસની રહેવાસી છે અને કેરિબિયન પોપ સિંગર છે. રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેંટી છે. રિહાના સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. રિહાનાને ફેંટી નામનું પોતાનું ફેશન બ્રાંડ પણ છે. રિહાનાએ પોતાના કરિયરની શરુઆત ધમાકેદાર પરફોર્મન્સથી કરી હતી. તેમણે પોતાનું પહેલું આલબમ મ્યુઝિક ઓફ ધ સન અને અ ગર્લ લાઈક મી વર્ષ 2005માં રેકોર્ડ કર્યું હતું. 

હોલીવુડની સૌથી મોટી સિંગર પણ છે 
રોબિન રિહાના ફેન્ટી હોલીવુડની સૌથી મોટી સિંગર છે અને તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સંગીત કલાકારોમાંની એક છે. રિહાનાએ 16 વર્ષની ઉંમરે સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું.

ખેડૂત આંદોલન પર કર્યું હતું ટ્વિટ 
રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પણ ટ્વિટ કર્યું હતું ત્યારે તેના આ ટ્વિટ પર મોટો વિવાદ થયો હતો અને તેને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.  

રિહાનાએ 16 ગીતો ગાયા
અનંત-રાધિકાના પ્રે-વેડિંગ ફંક્શનમાં રિહાનાએ 19 સોંગ ગાયા હતા છેલ્લે 2016માં એન્ટી વર્લ્ડ ટૂરમાં પૂર્ણ કક્ષાનો કાર્યક્રમ આપ્યો હતો. ત્યાર બાદ તેણે કોઈ મોટો કાર્યક્રમ કર્યો નથી. પર્ફોમન્સ બાદ રિહાનાએ કહ્યું કે જામનગરમાં થયેલો શો એકદમ સારો હતો. આઠ વર્ષમાં મેં આવો કોઈ રિયલ શો કર્યો નથી. 

8 વર્ષ બાદ કેમ કર્યો શો
રિહાના 8 વર્ષ બાદ અનંતના પ્રી-વેડિંગમાં પર્ફોમ કર્યું છે. છેલ્લે તેણે 2016માં સુપરબોલ કાર્યક્રમમાં પર્ફોમ કર્યું હતું જોકે તેના બદલામાં તેણે કોઈ પૈસા નહોતા મળ્યાં અને તેને કમાણીમાં લોસ થયો હતો અને કમાણીના પડેલો આ ખાડો પૂરવા રિહાનાએ મુકેશ અંબાણીનું અનંતના લગ્નમાં નાચવાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું એટલે મૂળ પૈસા માટે જ રિહાનાએ અંબાણીની ઓફર સ્વીકારી લીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Pre Wedding Ceremony Anant Ambani pre wedding rihanna in pre wedding rihanna jamnagar function અનંત અંબાણી પ્રી વેડિંગ જામનગર રિહાના રિહાના ઈન જામનગર રિહાના જામનગર ફંક્શન Anant Ambani pre wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ