બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

ગંજીફો / મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

Published By: Krutarth Joshi

Last Updated: 09:31 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે અને એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.

Gujarati News : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તા. 7 ઓક્ટોબર 2025ના આદેશથી વધુ ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતીનો આદેશ આપ્યો છે. આ બદલીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી, તાપી સહિતના જિલ્લાઓના અધિકારીઓનો સમાવેસ થાય છે. આ આદેશ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ, ચૂંટણી વિભાગ જેવા મહત્વના ક્ષેત્રોમાં નવા ચહેરા જોવા મળશે.

આરબી ગઢવીને બઢતી અપાઇ

આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે અને એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત કુલ 15 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને તત્કાલ અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસ બેડામાં પણ મોટો ફેરફાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં ફરી એકવાર બદલીની મોસમ આવી છે. આજે અમદાવાદ શહેરમાં એકસાથે 83 પીએસઆઇની બદલી કરી દેવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા શહેરમાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરો (PSI) ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 83 જેટલા બિન હથિયારી PSI ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા 18 જેટલા બિન હથિયારી પીએસઆઈની પણ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નિયુક્તિ આપવામાં આવી છે.

Badli

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Revenue Department transfers 15

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ