બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / rest of world north korea dictator kim jong un absurd rule do not speak like a south korean

પ્રેમ પર પાબંધી / ભૂલથી આ દેશમાં ‘I love you’ બોલ્યા તો મર્યા સમજો, તાનાશાહનું નવું ફરમાન, સજાની એવી જોગવાઈ કે પ્રેમીપંખીડાઓની બોલતી બંધ

Published By: Mahadev Dave

Last Updated: 06:28 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગ ઉનના નિર્ણયોને લઈને તે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેના દ્વારા એક એવો આદેશ કરવામાં આવ્યો છે જેને પગલે લોકોને બોલતા પહેલા સો વખત વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

  • એકવાર કિમ જોંગ ચર્ચામાં આવ્યો
  • કથિત કઠપુતલી ભાષા બોલતા લોકો વિરુદ્ધ કાર્યવાહી
  • દક્ષિણ કોરિયાના પૂંજીવાદી સંસ્કૃતિની ભાષા બોલતા પકડાયા તો...

ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉનના વિવાદાસ્પદ નિર્ણયથી દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે, હવે ફરી એકવાર કિમ જોંગ ચર્ચામાં આવ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર વાળા ઉત્તર કોરિયામાં હવે લોકોએ અમુક શબ્દો બોલતા પહેલા સો વાર વિચાર કરવો પડશે. કિમે હવૅ તથા કથિત કઠપુતલી ભાષા બોલતા લોકો વિરુદ્ધ કાર્યવાહી વધારી દીધી છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયામાં  જે કોઈ વ્યક્તિ દક્ષિણ કોરિયાના પૂંજીવાદી સંસ્કૃતિની ભાષા કે શબ્દોનો પ્રયાસ કરતા પકડાયો તો તેને પ્યોંગયાંગ ક્લચરલ લેન્ગવેજ પ્રોટેકશન એક્ટ અંતર્ગત સીધો જ જેલમાં મોકલી દેવામાં આવશે.

ઉત્તર કોરિયાના શાસક કિંમ જોંગની ક્રૂરતા, હાડ થિજવતી ઠંડીમાં પોતાનું ભાષણ  સાંભળવા હજારો લોકોને ઊભા રાખ્યા | dictator kim jong un crossed the limits

હવૅ પ્યોંગયાગની ભાષા શીખવી પડશે

આ એકટ પ્રમાણે જેલ અથવા તો  ખૂબ જ મહેનત વાળી કેદની સજા અને મોતની સજા પણ આપવામાં આવે છે.ઉત્તર પયોગ્યાંગના ઉત્તર પશ્ચિમ પ્રાંતના રહેવાસીએ રેડીઓ ફ્રી એશીયાને જણાવ્યુ કે કેટલાક લોકો એવા છે જેઓ દક્ષિણ કોરિયાની ભાષા પ્રમાણે બોલે છે તેઓ હવૅ પ્યોંગયાગની ભાષા શીખવી પડશે. તેઓને ડર સતાવી રહ્યો છે કે ભૂલથી પણ જો દક્ષિણ કોરિયાનો શબ્દ બોલાઈ ગયો તો જેલમાં જવું પડશે. 


ક્યાં ક્યાં શબ્દ બોલવા પર પ્રતિબંધ  ?

નવા કાયદા પ્રમાણે ઉત્તર કોરિયાની મહિલાઓ પોતાના પતિ કે બોયફ્રેન્ડને 'જગીયા' (Jagiya) અથવા 'ઓપ્પા' (Oppa) બોલી શકશે નહી. આ શબ્દોની જગ્યાએ 'ડોંગજી' (Dongji) શબ્દનો ઉપયોગ કરવો. ઉત્તર કોરિયાના લોકોએ અંગ્રેજીના દક્ષિણ કોરિયાઈ શબ્દો જેવા કે પેસયેઓન (ફેશન), હીસ્યુટેલ(હેરસ્ટાઇલ) અને  વાઈપ્યું (પત્ની) જેવા શબ્દો બોલવા નહી. તો મીડિયા રિપોર્ટ પ્રમાણે જાહેરમાં આઇ લવ યુ પણ બોલતા પકડાયા તો તમને દક્ષિણ કોરિયાઈ વ્યક્તિ સમજીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kim Jong Un North Korea south korean ઉત્તર કોરિયા કિંમ જોંગ ઉન સરમુખત્યાર kim jong un south korean

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ