બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ, જાણો વિક્રમ સંવત 2082નું વાર્ષિક રાશિફળ

વાર્ષિક રાશિ ભવિષ્ય / કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ, જાણો વિક્રમ સંવત 2082નું વાર્ષિક રાશિફળ

Last Updated: 10:55 PM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virgo Yearly Horoscope : લક્ષ્મીનો આશીર્વાદ અને ગ્રહોની ગણતરી વચ્ચે, શું લાવશે નવું આ વર્ષ તમારા જીવનમાં? ચાલો જાણીએ કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025-26નું ખાસ રાશિફળ. જાણો અહીં તમારું વાર્ષિક રાશિફળ

વિક્રમ સંવત 2082 : કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ (જન્મ અક્ષર: પ,ઠ,ણ )

શુભ આરંભ : કારતક સુદ એકમ - બુધવાર, 22 ઓક્ટોબર, 2025

આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે નવી તક, આત્મમંથન અને સંયમનો સંદેશ લઈને આવ્યું છે. વર્ષના આરંભથી જ તમારી અંદર એક જાતની સાહસવૃત્તિ જોવાઈ શકે છે, પણ તેનું યોગ્ય નિર્માણ થાય તે માટે ઉતાવળ કે ગફલત ટાળવી અનિવાર્ય રહેશે. ક્યારેક મન બેદરકાર બનીને મહત્વપૂર્ણ કાર્યોમાં અણગમો ઊભો કરશે. વિચારોના તોફાનમાં સારા અને અર્થહીન વિચારોનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે. આવા સમયમાં નારાયણ કવચના પાઠ અને આરાધ્યદેવની ઉપાસના આપને સકારાત્મક દિશામાં આગળ વધારશે.

ગ્રહ સ્થિતિ અને તેમનો પ્રભાવ

  • બુધ - વર્ષની શરૂઆતમાં કન્યા રાશિના સ્વામી બુધ તુલા રાશિમાં બિરાજમાન થશે, જે દિવાળીના સમયે આનંદ અને ઉત્સાહ લાવશે.
  • શનિ - મીન રાશિમાં શનિ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી શકે છે.
  • રાહુ અને કેતુ - રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહીને જીવનમાં સુખ અને શાંતિ લાવશે.
  • ગુરુ - ગુરુનું વક્રી થવું (4 ડિસે, મિથુન રાશિમાં) કારકિર્દી માટે અસ્થિરતા લાવી શકે છે, પણ 1 જૂનથી ગુરુ કર્ક રાશિમાં પ્રવેશે ત્યારે નવી સફળતાઓ મળશે.

31 ઓક્ટોબરથી ગુરુ સિંહ રાશિમાં રહેશે, જે વાતચીતમાં ગેરસમજ ઊભી કરી શકે છે. સાવધ રહો – શબ્દોનો વપરાશ સમજદારીપૂર્વક કરો.

શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા

વર્ષ વિદ્યાર્થીઓ માટે ઘણું આશાપ્રદ છે. શીખવાની તાકાત વધુ રહેશે. પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. મન એકાગ્ર રહેશે. યુનિવર્સિટી એડમિશન કે વિદેશમાં અભ્યાસ માટે પ્રયાસ કરો તો શુભ પરિણામની આશા રાખી શકાય.

કારકિર્દી અને વ્યવસાય

  • કારકિર્દીમાં પરિવર્તન, નવી નોકરી કે સ્થાનાંતરનું યોગ દેખાઈ શકે છે.
  • કાર્યસ્થળ પર માનસિક દબાણ રહેશે. સાવચેતીપૂર્વક નિર્ણયો લો.
  • મિલકત કે વાહન સંબંધિત કામકાજથી નફો મળવાની શક્યતા છે.
  • વ્યવસાયિક ડીલ્સમાં વિક્ષેપ આવી શકે છે-ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે.

આર્થિક સ્થિતિ

ટૂંકા ગાળાના રોકાણમાં નફો મળવાનો યોગ છે, પણ લોભ ટાળવો -"નફો બુક કરો અને આગળ વધો" એ મંત્ર બની રહેશે.

નવા આવકના સ્ત્રોત ઊભરશે. ઓછી મહેનતમાં વધુ લાભ મળવાની સંભાવના છે.

દેવું લેવું કરવું હોય તો ચોખવટથી કરવું.

સ્વાસ્થ્ય :

બ્લડ પ્રેશર અને કમરના દુઃખાવાની સમસ્યાઓ પર ધ્યાન આપો.

તણાવને કારણે ઊંઘની તકલીફ પણ આવી શકે. નિયમિત યોગ અને મેડિટેશનથી આરામ મળશે.

મોટાપા કે ખાણી-પીણીની અનિયમિતતાથી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા.

ઉપાય અને શુભ દાન

દૈવિક સહારાનું મહત્વ રહેશે. નીચેના ઉપાયો લાભદાયી સાબિત થઈ શકે છે:

12 બદામને કાળા કપડામાં બાંધીને લોખંડના ડબ્બામાં અંધારાવાળી જગ્યાએ રાખો.

ચણા, ગોળ, ઘઉં અને ચણાના લાડુનું દાન કરો.

અપરાજિતા ફૂલો, ચમેલીના અત્તર, કમળના બીજ અને મધથી શ્રી લક્ષ્મીજીની પૂજા કરો.

શુભ મંત્રો

લક્ષ્મી મંત્ર: "ૐ હ્રીમ હ્રીમ શ્રી લક્ષ્મીવાસુદેવાય નમઃ"

બુધ ગ્રહ મંત્ર: "ૐ બમ બુધાય નમઃ"

આ વર્ષ તમારામાં નવી ઊર્જા ભરશે, પણ તે ઊર્જા સાચી દિશામાં વાપરવી જરૂરી છે. વિચારોમાં વિખરાવ ટાળો, અને ધીરજ રાખો. રોકાણ, વ્યવસાય અને નોકરીમાં સંયમ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. આરોગ્ય અને સંબંધો બંનેમાં સતર્ક રહો. નમ્રતા અને સંયમ – એજ તમારું લકી હથિયાર રહેશે આ વર્ષે.

આ પણ વાંચો : સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ, જાણો વિક્રમ સંવત 2082નું વાર્ષિક રાશિફળ

DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Annual Horoscope Virgo Vikram Samvat 2082
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ