બ્રેકિંગ ન્યુઝ
અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના સ્પોર્ટ્સ મેનેજમેન્ટના જોઈન્ટ વેન્ચરમાં IMG વર્લ્ડવાઇડ LLCનો હિસ્સો 52.08 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
50% હિસ્સો ખરીદશે રિલાયન્સ
બજારના મૂલ્યાંકન મુજબ, દેશની સૌથી મોટી કંપનીએ શેર બજારને મોકલેલ સૂચનામાં જણાવ્યું છે કે તે IMG-રિલાયન્સ લિમિટેડ (IMG-R) માં રૂ. 52.08 કરોડના સોદા હેઠળ IMG વર્લ્ડવાઇડનો 50 ટકા હિસ્સો હસ્તગત કરશે. ડીલ પૂર્ણ થયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના બ્રાંડિંગને નવેસરથી કરશે.
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2010માં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ માર્કેટિંગ અને મેનેજમેન્ટ કંપની IMG વર્લ્ડવાઇડ સાથે જોઈન્ટ વેન્ચરની રચના કરી હતી. આ સંયુક્ત સાહસ દેશમાં રમતગમત અને મનોરંજનના માર્કેટિંગ અને સંચાલન માટે હતું. IMG એ રમત, ફેશન, ઇવેન્ટ્સ અને મીડિયા ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી છે.
30થી વધુ દેશોમાં છે સક્રિય
ADVERTISEMENT
30થી વધુ દેશોમાં તેનું સંચાલન થાય છે. તે એન્ડેવર નેટવર્કનો એક ભાગ છે. સૂચનામાં જણાવાયું છે કે કંપનીએ IMG-Rમાં IMG સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડના શેર ખરીદવાની પુષ્ટિ કરી છે. આ સોદો મહત્તમ 52.08 કરોડ રૂપિયામાં થશે.
હાલના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યુ 13.10 લાખ કરોડ રૂપિયા છે. ગુરુવારે રિલાયન્સનો શેર 1992.95 ઉપર બંધ થયો છે. શુક્રવારે ક્રિસમસના કારણે બજારમાં ટ્રેડિંગ થયું નહોતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.