ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Reliance jio giga fiber rolls out commercially from 5 september

પ્લાન / JIO ગીગા ફાઇબર સેવાનો આજથી દેશભરમાં પ્રારંભ, ફ્રી ફોન કૉલ, 100 Mbps સ્પીડ સહિત મળશે બ્રૉડબેન્ડ પ્લાન

Published By: Dhruv

Last Updated: 07:38 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોની બ્રૉડબૈંડ સેવા 'જિયો ગીગા ફાઇબર' આજ સાંજથી જ શરૂ થઇ જશે. જિયો ફાઇબરનો આ પ્લાન 700 રૂપિયાથી શરૂ થશે. મુકેશ અંબાણીએ એજીએમમાં જણાવ્યું હતું કે જિયો ગીગા ફાઇબર સર્વિસ 5 સપ્ટેમ્બરથી લોન્ચ થશે.

ADVERTISEMENT

Jio GigaFiber

આ પ્લાનની ખાસ વાત એ છે કે કંપની ઓછામાં ઓછી 100 એમબીપીએસની ઇન્ટરનેટ ગતિ, આજીવન મફત ફોન કૉલ, મફત એચડી ટીવી અને ડિશ આપશે કે જેનો ઓછામાં ઓછો ખર્ચ 700 રૂપિયા મહીનાનો હશે. જિયો લેન્ડ લાઇનથી 500 રૂપિયા મહીને આપીને અમેરિકા અને કેનેડામાં અસીમિત આંતરરાષ્ટ્રીય ફોન કૉલ પણ કરી શકાશે.

જિયો ગીગા ફાઇબર ની (Jio GigaFiber) સૌથી ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે. જિયો ગીગા ફાઇબરનાં પ્લાન 700 રૂપિયાથી 10,000 રૂપિયા મહીના સુધી હશે. આ સિવાય વર્ષ 2020નાં મધ્ય સુધી જિયો ગીગા ફાઇબરનાં પ્રીમિયમ ગ્રાહક ઘર બેઠા ફિલ્મનાં રિલીઝનાં દિવસે જ તેને જોઇ શકશે. આને જિયોએ 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો'નું નામ આપ્યું છે. હજી સુધી કંપની આ સર્વિસને શરૂ કરવા માટે કોઇ જ ચાર્જ નથી લઇ રહી. બસ એક સિક્યોરિટી ફી શરૂ કરવી પડશે કે જે કનેક્શન હટ્યા બાદ પરત લઇ લેવામાં આવશે. જો કે હજી ફાઇબર સર્વિસનાં પ્લાનની કોઇ જ યાદી જાહેર નથી કરી. જે લોકો વાર્ષિક પ્લાન લેશે તેઓને એલઇડી ટીવી અને ફ્રી સેટઅપ બૉક્સ મળી શકે છે.

JIO

રિલાયન્સ (Reliance) જિયોની અનેક સારી એવી સુવિધાઓવાળાં બ્રોડબેન્ડ પ્લાનથી ડીટીએચ (ડાયરેક્ટ ટૂ હોમ) કંપનીઓ પર 'સૌથી અધિક ખતરો' મંડરાઇ શકે છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે મંગળવારનાં રોજ રજૂ કરેલ પોતાનાં એક અહેવાલમાં આ આશંકા દર્શાવી છે. અહેવાલ અનુસાર આનું કંઇક નુકસાન ભારતી એરટેલને થવાની સંભાવના છે, કેમ કે જિયો કોર્પોરેટ અને ઘરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી ઇન્ટરનેટ સેવા ક્ષેત્રમાં ઉતરવાથી આમાં પ્રતિસ્પર્ધા વધશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સનાં બ્રોડબેન્ડ અને કેબલ સેવાને મિલાવીને સેવા આપવાથી સૌથી મોટું સંકટ ડીટીએચ કંપનીઓ પર છે. આનો પ્રત્યક્ષ પ્રભાવ પ્રસારકો પર નહીં પડે પરંતુ અપ્રત્યક્ષ પ્રભાવ તેમનાં વપરાશકર્તા આવક પર પડશે. જો અમેઝોન, પ્રાઇમ અને નેટફ્લિક્સથી પ્રતિસ્પર્ધા કરવા માટે સારી ગુણવત્તાવાળા વિષયનાં નિર્માણ પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને જાહેરાતકર્તાઓનો ખર્ચ ઓનલાઇન વિષય પર વધે છે તો લાંબા ગાળામાં આ જાહેરાત વ્યયને પ્રભાવિત કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

India Jio giga Fiber Mukesh Ambani Reliance Technology જિયો ગીગા ફાઇબર જિયો ફાઇબર રિલાયન્સ રિલાયન્સ જિયો Jio Gigafiber

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ