બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જિયો (Jio) ની પાસે હાલમાં દરરોજનાં 1.5GB ડેટાથી લઇને 5GB ડેટા સુધીનાં પ્રીપેઇડ પ્લાન ઉપલબ્ધ છે. જો આપ પણ કોઇ એવાં પ્લાન (Plan) થી રિચાર્જ કરવા ઇચ્છો છો કે જેમાં સસ્તા ભાવમાં વધારે ડેટા મળે તો અમે અહીં આપને જિયોનાં કેટલાંક એવાં બેસ્ટ પ્લાનને વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.
ADVERTISEMENT
Jioનો 149 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસ સુધી દરરોજ 1.5GB ડેટા મળશે. પ્લાન અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ સાથે આવે છે. આ સાથે જ આ પ્લાન યૂઝર્સને 100 ફ્રી SMS સાથે જિયો મોબાઇલ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપે છે.
ADVERTISEMENT
Jioનો 198 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનને સબ્સસ્ક્રાઇબ કરાવવા પર અનલિમિટેડ લોકલ, એસટીડી કોલિંગ સાથે દરરોજ ફ્રી 100 SMS પણ મળશે. આ પ્લાન જિયો એપ્સનાં તમામ સબ્સક્રિપ્શન સાથે આપવામાં આવે છે.
Jioનો 299 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન યૂઝર્સને દરરોજ 3GB ડેટા ઓફર કરે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMSની સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે પ્લાનમાં અનલિમિટેડ ફ્રી લોકલ, એસટીડી ફ્રી કોલિંગ આપવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
Jioનો 398 રૂપિયાવાળો પ્લાન
જિયોનાં આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે. જેમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા મળશે. આ પ્લાન અનલિમિટેડ લોકલ, એસટીડી કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS પણ સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળે છે.
Jioનો 498 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન 91 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનનાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજનાં 100 ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યાં છે. બાકીનાં પ્લાન્સની જેમ આમાં પણ યૂઝર્સને જિયો એપનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
ADVERTISEMENT
Jioનો 449 રૂપિયાવાળો પ્લાન
91 દિવસની વેલિડીટી સાથે આવનારા આ પ્લાનમાં યૂઝર્સને દરરોજનાં 1.5GB ડેટા આપવામાં આવી રહ્યાં છે. પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દરરોજનાં 100 ફ્રી એસએમએસ બેનિફિટ સાથે આવે છે. પ્લાનને સબસ્ક્રાઇબ કરાવનારા યૂઝર્સને જિયો એપ્સ ફ્રીમાં એક્સેસ કરી શકે છે.
ADVERTISEMENT
Jioનો 509 રૂપિયાવાળો પ્લાન
જો આપ મોબાઇલ ઇન્ટરનેટ પર વીડિયો વધારે જોઇએ છીએ તો આ પ્લાન આપની માટે એક સારો ઓપ્શન હોઇ શકે છે. 28 દિવસની વેલિડીટી સાથે આવનારા આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 4GB ડેટા મળે છે. આ સાથે આ પ્લાન યૂઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી કોલિંગની પણ સુવિધા આપે છે. પ્લાનને સબ્સક્રાઇબ કરનારા યૂઝર્સને જિયો એપ્સનાં ફ્રી સબ્સક્રિપ્શનની સાથે સાથે દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યાં છે.
Jioનું 799 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન 28 દિવસની વેલિડીટી સાથે આવે છે. જેમાં યૂઝર્સને દરરોજનાં 5GB ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય આ પ્લાનથી રિચાર્જ કરાવનારા યૂઝર્સને અનલિમિડેટ લોકલ, એસટીડી કોલિંગ અને દરરોજનાં 100 ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, આ પ્લાન યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.