ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Reliance industries limited q2 result mukesh ambani business

નાણાંકીય પરિણામ / મુકેશ અંબાણીને દરેક બિઝનેસમાં થયો નફો, જાણો કયા ધંધામાં કેટલી થઈ કમાણી

Published By: Hiren

Last Updated: 10:33 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ચાલુ નાણાંકિય વર્ષની જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટર માટે નાણાકીય પરિણામ જાહેર કરી દીધા છે.

ADVERTISEMENT

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય પરિણામ જાહેર
  • મુકેશ અંબાણીને દરેક બિઝનેસમાં થયો નફો
  • કંપનીનો ગ્રૉસ રેવેન્યૂ 49.2 વધીને 191,532 કરોડ રૂપિયા થઇ ગયો

રિલાયન્સ કંપનીએ પોતાના તમામ વર્ટિકલ એટલે બિઝનેસમાં સારુ પ્રદર્શન કર્યું છે. તેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કંસોલિડેટેડ શુદ્ધ લાભ બીજા ક્વાર્ટરમાં 46 ટકા વધીને 15,479 કરોડ રૂપિયા થઇ ગયા. કંપનીનો ગ્રૉસ રેવેન્યૂ 49.2 વધીને 191,532 કરોડ રૂપિયા થઇ ગયો છે. આવો જાણીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના કયા વર્ટિકલમાં કેટલો ગ્રોથ દાખલ કર્યો...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્ટેન્ડઅલોન ગ્રોથ
જો માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (સ્ટેન્ડઅલોન) ગ્રૉસ રેવેન્યૂ જોવામાં આવે તો તેમાં 68.8 ટકાનો વધારો થયો અને આ વધીને 1,08,750 કરોડ રૂપિયા થઈ ગયો. ત્યારે કંપનીનું નેટ પ્રૉફિટ બીજા ક્વાર્ટરમાં 44.1 ટકા વધીને 9,228 કરોડ રૂપિયા રહ્યા.

જિયો પ્લેટફૉર્મ્સ
જિયો પ્લેટફૉર્મ્સનો ગ્રૉસ રેવેન્યૂ 15.2 ટકા વધીને 23,222 કરોડ રૂપિયા રહ્યો અને કંપનીનું કંસોલિડેટેડ નેટ પ્રૉફિટ 3,728 કરોડ રૂપિયા રહ્યા, જે ગત વર્ષની તુલનામાં 23.5 ટકા વધુ છે.

રિલાયન્સ રિટેઇલ
રિલાયન્સ રિટેઈલનો ગ્રૉસ રેવેન્યૂ બીજા ક્વાર્ટરમાં 45,426 કરોડ રૂપિયા રહ્યા. આ ગત વર્ષની તુલનામાં 10.5 ટકા વધુ છે. ત્યારે કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રૉફિટ 1,695 કરોડ રૂપિયા રહ્યા, જે ગત વર્ષની તુલનામાં 74.2 ટકા વધુ છે.

ડિજિટલ વ ન્યૂ કૉમર્સ વ્યવસાય
Q2 FY2021-22 રિલાયન્સનું ડિઝિટલ અને ન્યૂ કૉમર્સ વ્યવસાય નવી ઉંચાઈઓ આંબી રહ્યો છે, સ્ટોર પરત ખુલવા પર વર્ષના આધારે 2.4 ગણો વધારો નોંધાયો છે.

ફેશન અને લાઈફસ્ટાઇલ બિઝનેસ
આ વર્ટિકલે વાર્ષિક આધારે બેગણો વધારો નોંધાયો છે. કંઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક્સ અને ગ્રૉસરી બિઝનેસે દસ આંકડાની મજબૂત વૃદ્ધિ નોંધાવી.

O2C બિઝનેસ
આ વર્ટિકલે 120,475 કરોડ રૂપિયાની આવક નોંધાઇ છે, જે ગત વર્ષના મુકાબલે 58.1 ટકા વધુ છે.

ઑયલ એન્ડ ગેસ સેગમેન્ટ
વાર્ષિક 363 ટકાના જબરદસ્ત વધારા સાથે 1,644 કરોડ રૂપિયાની આવક નોંધાઇ, સાથે જ 1,071 કરોડ રૂપિયાનું EBITDA પણ નોંધાયું.

મીડિયા વ્યવસાય
આવક વાર્ષિક આધારે 30.7 ટકા વધીને 1,387 કરોડ રૂપિયા રહ્યા, EBITDA વાર્ષિક આધારે 52.4 ટકા વધીને રૂપિયા 253 કરોડ(34 મિલિયન ડોલર) થઇ ગયું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Reliance મુકેશ અંબાણી રિલાયન્સ reliance industries limited

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ